ભોજન એટલે કે ખોરાક દરેક મનુષ્ય તેમજ દરેક જીવંત વસ્તુ ની પ્રથમ અને મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ વિશ્વ મા બધા જ માનવી બે વખત ની રોટી કમાવવા માટે જ આખો દિવસ મહેનત કરતા હોય છે, જેથી તેનો પરિવાર ભૂખ્યો ન સુઈ શકે.
ભોજન વગર આ પૃથ્વી પર માનવજીવન અશક્ય છે. વૈજ્ઞાનિકો ના એક સંસોધન પ્રમાણે જે લોકો પેટ ભરીને ભોજન કરે છે, તેમને સારી તેમજ ઘેરી ઊંઘ આવે છે.
આના થી ઉલટુ જે લોકો ભૂખ્યા પેટે સુવે છે, તેમને આખી રાત ચેન નથી પડતું અને તેઓ સારી રીતે ઉંઘ પણ નથી કરી શકતા.
ભોજન ની વાસ્તવિક કિંમત માત્ર એ જ વ્યક્તિ સમજી શકે છે કે જેણે ઘણા દિવસો થી ભોજન ન કર્યું હોય અને એ જ ભૂખ નુ મહત્વ જાણતા હોય છે.
તમે જોયું હશે કે પૈસાદાર લોકોના છોકરાઓ ને દરેક વસ્તુ વગર માંગે જ મળી જતી હોય છે એટલે જ તેઓ મહેનત નથી કરી શકતા.
ત્યાં જ બીજી તરફ ગરીબ ના છોકરાઓ નાનપણ થી જ બે સમય ની રોટી કેવી રીતે કમાવવી તે શીખવવા મા આવે છે અને તેઓ એક દિવસ સફળ બને છે. ભારત મા ભોજન ને અન્નદેવ માની પૂજન કરવામા આવે છે.
એવુ માનવામા આવે છે કે જે ભોજન ની કદર નથી કરી શકતુ ભોજન પણ તેની કદર ક્યારેય નથી કરતો. આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે ભોજન બહુ જ જરૂરી છે. શાસ્ત્રો મા જણાવ્યા પ્રમાણે જે ઘરમા ભોજન નું અનાદર થાય છે તે ઘરમા ક્યારે પૈસા ટકતા નથી.
તેવામા જો તમે પણ ઘરમા બરકત લાવવા ઈચ્છતા હોય તો આ આર્ટીકલ ખાસ માત્ર તમારા માટે જ છે.
આજ અમે તમને એવા સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે ગરીબી ને કાયમ માટે દુર કરી શકો છો. આ માટે તમારે વધારે મહેનત પણ કરવાની જરૂર નથી.
ભોજન આરોગતા પહેલા કરી લો આ કામ..
દરેક માણસ ના જીવન મા ભોજન એક મહત્વ ની ભૂમિકા ભજવે છે. જો તમે પણ બરકત મેળવવા ઈચ્છતા હોય અને ભગવાન ને પ્રસન્ન કરવા માંગતા હોય તો તમારે એક નાનું અમથું કામ રોજ માટે યાદ રાખવુ પડશે. આ કામ ને તમારે નિયમિતપણે ભોજન નો પેહલો કોળિયો મોઢામા મૂકતા પહેલા કરવુ પડશે.
આવુ કરવાથી આપને ક્યારેય ધન ની ઉણપ નહી સર્જાય અને માતા લક્ષ્મી ની દયા હંમેશા તમારા ઉપર બની રહેશે.
હકીકતમા તમે જ્યારે પણ ભોજન આરોગો છો તો તે પેહલા એકવાર બન્ને હાથ જોડી ભગવાન નુ સ્મરણ કરવું જોઈએ. આવું કરવાથી ઘરમા સકારાત્મક શક્તિઓ નો પ્રવેશ થશે અને સાથોસાથ તમે પ્રેમ થી ભોજન કરી શકશો.
ગરીબી રેહશે હમેશા દુર..
ભગવાન આ વિશ્વના કણ-કણમા વસે છે. આવામા ભોજન આરોગતા પહેલા જો આપણે ભગવાન નુ સ્મરણ કરીએ છીએ અને જો એમનુ ધ્યાન ધરીએ તો આપણું મન શાંત રહે છે અને ઇચ્છાશક્તિ બમણી થઇ જાય છે.
આના થી શરીર ને એક નવીતમ ઊર્જા મળે છે, જે ઘરમા સમૃદ્ધિ તેમજ ખુશહાલી લાવે છે. આ કાર્ય કરવા થી માનવી ના ઘરમા ક્યારેય પણ ગરીબી આવતી નથી અને આ ઉપાય નિયમિત કરવાથી ઘરમા ગરીબી આવવા પણ દેતી નથી.
જમ્યા બાદ ક્યારેય થાળી મા હાથ ન ધોવા..
શાસ્ત્રોમા જણાવ્યુ છે કે જે ઘરમા ભોજન નો આદર કરવામા નથી આવતો તે ઘરમા ક્યારેય ખુશીઓ આવતી નથી અને હંમેશા નાણા ની તંગી રહેતી હોય છે. આવામા ભોજન કર્યા બાદ ભૂલ થી પણ જમવાની થાળીમા હાથ ન ધોવા.
આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ફરી થી ક્યારેય ઘરમા પ્રવેશ કરતી નથી.
આથી જ જમતા અગાવ પોતાના હાથ ને સારી રીતે ધોવા અને ભગવાન ને યાદ કર્યા બાદ જ ભોજન કરવું જોઇએ. તેથી તમને આગળ ચાલીને કોઈપણ પ્રકાર ની મુશ્કેલી નો સામનો કરવો ન પડે.