કોઈપણ શુભકામનાની શરૂઆતમાં, શ્રી ગણેશ ભગવાનનું નામ પ્રથમ લેવામાં આવે છે અને પછી કાર્ય શરૂ થાય છે. શ્રી ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે અને તેથી તેમની ઉપાસના કરવી ખૂબ જ ફાયદાકારક છે. શ્રી ગણેશની ઉપાસના કરીને, જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તમે કોઈપણ સમયે ભગવાન ગણેશની ઉપાસના કરી શકો છો, પરંતુ બુધવારે, તેને પૂજા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વિદ્વાનો અનુસાર, જો તમે શ્રી ગણેશને ખુશ કરવા માંગો છો, તો તમે તેના પણ નિયમો ને અનુસરી અને જો ઉપાસના કરો તો તમને જરૂર તેનું ફળ મળશે.તો તમારે નીચે વર્ણવ્યા પ્રમાણે ગણપતિની પૂજા કરવી જોઈએ.

આવી રીતે કરો ગણપતિ ની આરાધના. બધીજ તકલીફો થઈ જશે દૂર

બુધવાર ના દિવસે જરૂર કરો પૂજન

તમે દરરોજ ગણપતિની ઉપાસના કરી શકો છો, પરંતુ બુધવારે, ગણપતિની પૂજા કરવાથી ઘણાં ફાયદા થાય છે. તેથી, બુધવારે, તમારે તેમની પૂજા પદ્ધતિ અનુસાર પૂજા કરવી જોઈએ. ગણપતિજીની પૂજા કરવાનો સવારે શ્રેષ્ઠ સમય છે. જો તમે ઈચ્છો છો, તો તમે તેઓ ની પૂજા ઘરમાં પણ કરી શકો છો અથવા મંદિરમાં પણ જઈ શકો છો.

કરો ઘર માં મૂર્તિ સ્થાપિત

જો તમારી પાસે તમારા ઘરના મંદિરમાં ગણપતિની મૂર્તિ નથી, તો તરત જ તમારા ઘરમાં તેમની મૂર્તિ નું સ્થાપન કરો. ગણપતિ ની સફેદ રંગ ની મૂર્તિ શુભ ગણવામાં આવે છે અને તમારા ઘરમાં ગણપતિ ની પણ સફેદ રંગ ની જ લાવો.ગણપતિ નું મંદિર અને સ્થાન દરરોજ સ્વચ્છ રાખવું અને તેમની મૂર્તિને ગંગા જળ માં સાફ કરો પછી જ પધરાવો અને પૂજા કરવી.

આ બધી વસ્તુઓ પણ કરો અર્પિત –

ગણપતિ ને પ્રસન્ન કરવા માટે તમારે પૂજન કરતી વખતે નીચે જણાવેલ વસ્તુઓ ને પણ ખાસ અર્પિત કરવાની રહેશે.આ ચીજો ને અર્પિત કરવાથી પૂજા નો વિશેશ લાભ મળે છે અને ગણપતિ ની કૃપા બનેલી રહે છે.

ગોળ અને ઘી નો લગાવો ભોગ

તમે દરરોજ અને ખાસ કરી અને બુધવાર ના દિવસે ગણેશજી ને પૂજા ના સમયે ગોળ અને ઘી જરૂર ચઢાવો અને તેની મૂર્તિ ની સામે 11 અથવા 21 સોપારી અર્પિત કરો.આ વસ્તુઓ અર્પિત કર્યા પછી ગણેશજી ના મંત્રો નો જાપ કરો અને પૂજા પૂર્ણ થાય પછી કોઈ ગાય ને ખવરાવો.

સફેદ મોદક ચઢાવો

મોદક ગણપતિ ને સૌથી પ્રિય છે અને એટલા માટે તેની પૂજા દરમિયાન મોદક જરૂર અર્પિત કરો.દુકાન માં બે પ્રકાર ના મોદક મળે છે એક પીળા રંગ ના અને બીજા સફેદ રંગ ના હોય છે.પણ તમારે તેને સફેદ રંગ ના મોદક દરરોજ ચઢાવવા ના રહેશે.ચઢાવ્યા પછી તેને ગરીબો માં દાન કરો.પણ તમારે ખાલી સફેદ રંગ થીજ સવારે ભોગ લગાવવાનો રહેશે.પછી પ્રસાદ ને પરિવાર માવહેંચી અને ખુદ પણ આરોગો.મોદક સિવાય તમે બુંદી ના લાડુ નો ભોગ પણ ગણપતિ ને લગાવી શકો છો.

તુલસી ના પાન ચઢાવો

શ્રી ગણેશ જી ની પૂજા દરમિયાન તમે તુલસી ના પાન પણ પોતાની પૂજા ની થાળી માં રાખી શકો છો અને પૂજા દરમિયાન ગણેશજી ને અર્પણ કરવા ખૂબજ લાભદાયક છે.તેના દ્વારા ઘર માં સર્જાતી ક્લેશ દૂર થાય છે અને ઘર માં શાંતિ બનેલી રહે છે.

લાલ સિંદૂર અર્પિત કરો

તમે પૂજા દરમિયાન ગણપતિ ને લાલ સિંદૂર અર્પિત કરો અને પૂજા પૂર્ણ થાય ત્યારે એ મૂર્તિ માનું લાલ સિંદૂર ઘર ના બધાજ સભ્યો ના માથા પર લગાવો.આવું કરવાથી બધા ના મગજ અને યાદશક્તિ તેજ થાય છે અને ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here