તાંબાના પાત્રમાં પાણી પીવું દરેક રોગ માટે અક્સિર માનવામાં આવે છે, જો કે તેના માટે કેટલીક ચીજોનું પાલન કરવું જરૂરી છે. જે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

દરરોજ 8થી 10 ગ્લાસ પાણી પીઓ
દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8થી 10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે, અને ડોક્ટર પણ વધુ પાણી પીવાની સલાહ આપે છે. માટે જ પાણીને જીવનમાં અમૃત કહેવામાં આવે છે અને એમાં પણ તાંબાના વાસણમાં પાણી પીવું ફાયદારક ગણવામાં આવે છે.
આર્યુવેદ પ્રમાણે ખૂબ જ લાભદાયક
તાંબાના વાસણમાં પાણી પીવું આયુર્વેદમાં પણ લાભદાયક બતાવવામાં આવ્યું છે. તાંબાના વાસણમાં પાણી પીવાને લીધે રોગ લાગૂ પડતો નથી. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરને પણ ઘણા ફાયદાઓ થાય છે. અનેક રોગો તો દવા લીધા વગર જ ઠીક થઈ જાય છે. સાથે જ શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે.
કેટલો સમય રાખવું જોઇએ પાણી?
તાંબાના વાસણમાં પાણીને સંગ્રહ કરીને પીવામાં આવે તે પાણીને તામ્રજળ તરીકે ઓળખવામાં આવે છે. આ પાણી પીવાથી ફાયદો જરૂર થાય છે, પણ તે પાણી કેટલો સમય રાખનું જોઈએ અને કેવી રીતે રાખવું જોઈએ ??
ઓછામાં ઓછું 8 કલાક રાખવું જરૂરી
તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાનો ફાયદો ત્યારે જ થઈ શકે છે જ્યારે તાંબાના વાસણમાં પાણી ઓછામાં ઓછા 8 કલાક સુધી રાખેલું હોય. જે લોકોને કફની સમસ્યા વધુ રહે છે તેમને આ પાણીમાં તુલસીના થોડાક પાન નાખી દેવા જોઈએ, જેનાથી ઘણી રાહત થશે. મોટા ભાગના લોકોએ સાંભળ્યું જ હશે કે, તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે.
વધુ પાણી પીવાના છે અનેક ફાયદા
આર્યુવેદમાં પણ દર્શાવાયું છે કે, જે લોકો પાણી વધુ પીએ છે તેમની સ્કિન પર વધુ સમય સુધી કરચલીઓ દેખાતી નથી. પણ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે તાંબાના વાસણમાં ભરેલુ પાણી પીશો તો ત્વચાનું ઢીલાપણું વગેરે દૂર થઈ જાય છે અને ચહેરા પર ચમક રહે છે.