પુરુષો માટે પૌષ્ટિક આહાર જરૂરી હોય છે. પૌષ્ટિક આહાર ખાવા થી એમના શરીર ને શક્તિ મળે છે  અને ઘણા પ્રકાર ના રોગો થી એમની રક્ષા પણ થાય છે. પુરુષો માટે સરગવો ઘણું સ્વાસ્થ્યદાયક હોય છે એને ખાવાથી આપણા શરીર નો બચાવ ઘણી આ બીમારીઓ થી થાય છે. એટલા માટે તમે પોતાના ડાયટ માં સરગવા ની શાક નો સમાવેશ જરૂર કરો.

સરગવા ને ડ્રમસ્ટિક ના નામ થી પણ ઓળખવા માં આવે છે અને એની અંદર ઘણા ઔષધીય ગુણ જોવા મળે છે. સરગવા ની અંદર કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયરન અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. આટલું જ નહીં આ શાક વિટામીન એ, કે, બીટા-કેરોટિન, વિટામીન બી, વિટામીન સી, વિટામિન ડી અને એ થી પણ ભરપૂર હોય છે. આને ખાવા થી પુરુષો ના આંતરિક રોગ નથી થતા. તો આવો જાણીએ કે એને ખાવા થી કયા રોગ થી છુટકારો મળે છે.

સરગવા ના ફાયદા –

પ્રોસ્ટેટ કેન્સર થી થાય છે બચાવ

જે પુરુષ સરગવા નું સેવન કરે છે એમને પ્રોસ્ટેટ કેન્સર થવા ની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. એના બીજ અને પાંદડા માં સલ્ફર યુક્ત કમ્પાઉન્ડ એટલે કે ગ્લુકોસાઈનોલેટ જોવા મળે છે. જેમાં એન્ટિકેન્સર ગુણ હોય છે. સરગવા પર કરવા માં આવેલા અધ્યયન માં આ વાત સાબિત થઈ ગઈ છે કે એને ખાવા થી પુરુષો ને પ્રોસ્ટેટ કેન્સર સેલ્સ ની વૃદ્ધિ નથી થતી અને આવા કેન્સર થી એમનો બચાવ થાય છે. સાથે જ એક સોફ્ટ પ્રોસ્ટેટ હાઇપરપ્લાસિયા ને રોકવા માં પણ મદદગાર હોય છે. સોફ્ટ પ્રોસ્ટેટ હાઇપરપ્લાસિયા ના કારણે પેશાબ કરવા માં મુશ્કેલી થાય છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન ને કરે દૂર

સરગવા ખાવા થી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ની સમસ્યા ઉત્પન્ન નથી થતી. સરગવા ના બીજ અને પાંદડા ની અંદર જોવા મળવા વાળા તત્વ ઇરેક્ટાઇલ ડિસફંક્શન ને ઓછું કરવા નું કામ કરે છે. એટલા માટે જે લોકો ને પણ આ સમસ્યા હોય એ પોતાના ડાયટ માં આ શાક નો સમાવેશ જરૂર કરો.

બ્લડ સુગર વધતું નથી

બ્લડ સુગર ની સમસ્યા થી બચાવ કરવા માં પણ સરગવો લાભદાયક હોય છે. આને ખાવા થી ટાઈપ 2 ડાયાબિટીસ નથી થતી. અને સુગર હમેશાં કન્ટ્રોલ માં રહે છે. વાસ્તવ માં પૂરતી માત્રા માં ઇન્સ્યુલિન નું ઉત્પાદન ન થવા ના કારણે સુગર વધી જાય છે. જોકે એને ખાવા થી ઇન્સ્યુલિન નું ઉત્પાદન યોગ્ય રીતે થાય છે અને એ રુધિર માં ઇન્સ્યુલીન નું લેવલ યોગ્ય રાખે છે. એટલા માટે સરગવા ને ખાવા થી સુગર ના રોગ થી પણ બચી શકાય છે.

પ્રજનન ક્ષમતા વધે

પ્રજનન ક્ષમતા ને મજબૂત બનાવી રાખવા માટે પણ આ શાક કારગર સાબિત થાય છે. એ નિયમિત રીતે ખાવા થી પ્રજનનક્ષમતા નબળી નથી થતી. વાસ્તવ માં સરગવા ના બીજ અને પાંદડા એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર હોય છે. ત્યાં જ શાક પર કરવા માં આવેલા શોધ માં જોવા મળ્યું છે કે જે પુરુષ એનું સેવન કરે છે એમની પ્રજનનક્ષમતા વધતા આયુષ્ય ની સાથે નબળી નથી થતી.

આવી રીતે કરો એનું સેવન

સરગવા નું સેવન ઘણી રીતે કરી શકાય છે. ઘણા લોકો એનું શાક બનાવી ને ખાય છે. કેટલાક લોકો એવા ચૂર્ણ નું સેવન કરે છે. સરગવા નું ચૂર્ણ તૈયાર કરવું ઘણું સરળ છે. તમે એના પાંદડા અને બી ને સાફ કરી ને તડકા માં સૂકવી દો. જ્યારે સારી રીતે સૂકાઈ જાય તેને દળી ને પાવડર તૈયાર કરો. આ ચૂરણ ને ડબ્બા માં ભરી ને મુકો અને દરરોજ એક ચમચી ચૂરણ નું સેવન કરો.

દોસ્તો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ…

અને તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવજો અને ફેસબુક ઉપર લાગણીસભર વાર્તા હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બોલીવુડ ગપ શપ,રાશિ ભવિષ્ય, વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here