દૂધી એક શ્રેષ્ઠ શાકની સાથેસાથે ઉત્તમ ઓષધિ પણ છે. તે પિત્તનાશક, રુચિકારક અને પુષ્ટિકારક છે. તેમજ માનસિક, શારીરિક અને સ્નાયુ દુર્બળતાના દરદીઓ માટે તે ઉત્તમ પથ્ય છે. દૂધીની વાનગીઓ તથા રસ તાવ, ઉધરસ, ફેંફસા અને હૃદય વિકાર, ગર્ભાશય સંબંધી દરેક રોગમાં લાભકારી છે.

સામાન્ય રીતે દૂધીનો પ્રયોગ શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પણ તેના છાલટા અને રસના પણ અનેક ફાયદા છે. કાર્બોહાઈટેકની ઉપલબ્ધતાથી આ સહેલાઈથી પચી જાય છે. તેથી ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભકારી છે.

કેવી રીતે ઉપયોગી છે દૂધી અને તેની છાલ

ત્વચા – દૂધીના તાજા છાલટાને વાટીની તેનો લેપ ચેહરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવે છે.

તળિયામાં બળતરા – દૂધીને કાપીને પગના તળિયે મસળવાથી પગની ગરમી અને બળતરા દૂર થાય છે.

પેટ રોગ – દૂધીને ધીમા તાપ પર શેકીને ભુર્તુ બનાવી લો. તેનો રસ નિચોડી સાકર મિક્સ કરીને પીવાથી લિવરના રોગોમાં લાભ થશે.

ઝાડા – બાફેલી દૂધીનુ રાયતુ ખાવાથી ઝાડામાં આરામ મળે છે

દાંતનો દુખાવો – 75 ગ્રામ દૂધી અને 20 ગ્રામ લસણ વાટીને એક લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધુ રહી જાય તો ચાળીને કોગળા કરો.

બવાસીર – છાલટાને છાયડામાં સુકવીને વાટી લો. રોજ સવાર સાંજ એક ચમચી ઠંડા પાણી સાથે ફાંકી લો.

રક્તવિકાર – આ રોગમાં અડધા કપ દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેળવી સવાર-સાંજ પીવાથી ફાયદો થાય છે.

હ્રદય રોગમાં – હૃદય રોગીઓ માટે દૂધીના શાકની સાથે-સાથે તેના રસનું ૧૦-૨૦ મિ.લી. રોજ સેવન કરવું.

કમળો – કમળામાં ૧૫-૩૦ મિ.લી. દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેળવી દિવસમાં બે-ત્રણ વાર પીવું.

કિડનીની તકલીફમાં – મૂત્ર સંબંધી અને કિડનીની તકલીફોમાં દૂધીનો રસ ભેળવી તેમાં ચપટી સંધિવ તથા લીંબુનો રસ ભેળવી સવાર-સાંજ પીવાથી પેશાબ છૂટથી આવે છે તથા બળતરા દૂર થાય છે.

અનિદ્રા – અનિદ્રાની તકલીફમાં દૂધીના રસમાં થોડું તલનું તેલ ભેળળવું. સૂતા પહેલાં માથામાં બરાબર મસાજ કરવાથી સારી ઊંઘ આવશે.

રક્ત સ્ત્રાવ – રક્તસ્ત્રાવમાં પણ દૂધી લાભદાયક છે. શરીરના કોઇ પણ ભાગમાંથી રક્ત વહેતું હોય તો, તે ભાગ પર દૂધીની છાલની પેસ્ટ લગાડી પટ્ટી બાંધી દેવાથી રક્ત વહેતું તરત જ બંધ થઇ જાય છે. સાથેસાથે દૂધીની છાલનો રસ પણ પીવો જોઇએ.

તાવ – તાવમાં ૨૦ મિ.લી. દૂધીના રસમાં થોડી ખડા સાકર ભેળવી પીવાથી લાભ થાય છે. આ ઉપરાંત વાયુ અને પિત્તનું પણ શમન થાય છે.

ગર્ભપાતની સમસ્યા – ગર્ભાશય વિકારો સંબંધી દૂધી લાભકારી છે. તેથી જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થતો હોય તેમણે થોડા દિવસો સુધી દૂધીનું સેવન કરવું અથવા તો રસ રૂપે લેવું. આ ઉપચારથી ગર્ભાશય મજબૂત થાય છે તથા ગર્ભસ્ત્રાવથી પણ છૂટકારો મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here