કોરોના સંકટને કારણે દેશભરમાં લોકડાઉન પૂરું થયા બાદ પણ ઘણા બધા લોકો એટલા બધા દબાણમાં આવી ગયા છે કે પોતાની ખાણીપીણીનું યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી, જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. લોકો ગંભીર બિમારીઓની ઝપેટમાં આવી શકે છે. બીમારીઓનો શિકાર થવાથી બચવા માટે ખૂબ જ જરૂરી છે કે ડાયટ સંબંધી આદતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે. સ્વસ્થ રહેવા માટે કહેવામાં આવે છે કે દૂધ પીવું ખૂબ જ આવશ્યક છે.
પરંતુ દૂધમાં જો એલચી ઉમેરીને પીવામાં આવે તો ઘણા પ્રકારની બીમારીઓથી પોતાનો બચાવ કરી શકાય છે. અહીં અમે તમને જણાવીશું કે એલચી વાળું દૂધ પીવાથી કયા પ્રકારના શરીરને વિશેષ લાભ મળે છે.
મજબૂત બને છે હાડકા
દૂધ હાડકાંને મજબૂત બનાવવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કેલ્શિયમની માત્રા તેમાં સૌથી વધારે હોય છે, જેનાથી હાડકા મજબૂત બને છે. વળી એલચીમાં કેલ્શિયમની માત્રા મોજુદ હોય છે, દૂધમાં તેને ઉમેરી દેવાથી તેનો ફાયદો બમણો થઈ જાય છે. એ જ કારણ છે કે વૃદ્ધ લોકો વિશેષ રૂપથી દૂધમાં એલચી ઉમેરીને પીવાની સલાહ આપે છે.
મજબૂત બને છે પાચન ક્રિયા
ફાઈબરની મોટી માત્રા ઈલાયચી અને દૂધ બંનેમાં હોય છે. પાચન ક્રિયાને મજબૂત બનાવવામાં ફાઈબરની મહત્વની ભૂમિકા હોય છે. શરીરના પાચનમાં ફાઇબર પોષક તત્વના રૂપમાં મોટી ભૂમિકા નિભાવે છે. જે લોકોના પેટમાં ભોજન યોગ્ય રીતે પચતું ન હોય તેવા લોકોએ દૂધ અને એલચીનું સેવન ભોજન કરી લીધા બાદ જરૂરથી કરવું જોઈએ. પાચનક્રિયા તેનાથી યોગ્ય રીતે કામ કરે છે અને પાચન સંબંધિત કોઇપણ પ્રકારની બીમારીઓથી તમારો બચાવ થઈ શકે છે.
મોઢાનાં ચાંદા માટે
ઘણા લોકોના મોઢામાં ચાંદા પડી જવાને કારણે હંમેશા પરેશાન રહે છે. મોઢાના ચાંદા સામાન્ય હોય છે, કારણ કે પેટ યોગ્ય રીતે સાફ થતું નથી. એલચીમાં એવા વિશેષ ગુણ રહેલા હોય છે, જે પેટને સાફ કરે છે અને સાથોસાથ મોઢાના ચાંદાને પણ સ્વસ્થ કરે છે. દૂધ અને એલચીનું સેવન જો એકસાથે મળીને કરવામાં આવે તો તેનાથી મોઢાનાં ચાંદાની સમસ્યા દૂર થઈ જાય છે.
નિયંત્રણમાં રહે છે બ્લડપ્રેશર
બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવું ખૂબ જ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને હૃદય સંબંધી બીમારીઓનો ખતરો વધારે રહે છે. બ્લડ પ્રેશરને કારણે હ્રદય સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓ જેમ કે સ્ટ્રોક અને હાર્ટ એટેક વગેરેનો ખતરો હંમેશા રહે છે.
આ બધાની આશંકાથી બચીને રહેવા માટે દૂધ અને એલચી મિક્સ કરીને પીવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. મેગ્નેશિયમ દૂધ અને એલચી બંનેમાં પ્રચુર માત્રામાં મળી આવે છે. મેગ્નેશિયમ એક એવું પોષક તત્વ છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને સાથોસાથ બ્લડપ્રેશરને પણ સંતુલિત બનાવે છે, જેનાથી તમારું શરીર યોગ્ય રીતે કામ કરે છે.