80 અને 90નાં દશકમાં પોતાની સુંદરતા અને અદાકારીથી બૉલિવૂડમાં રાજ કરનારી હીરોઇન ફરાહ નાઝે ઘણી હિટ ફિલ્મો આપી છે, પણ તેમનું કરિયર પીક પર હતું ત્યારે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી.

ફરાહ શોર્ટ ટેમ્પર્ડ, એગ્રેસિવ એક્ટ્રસ ગણાતી હતી, તે ક્યારેય કોઈ પણને મારી દે અથવા કોઈ પર પણ હાથ ઉઠાવી દેતી હતી. તેમની એક્ટિવિટિઝને લીધે ફરાહ નાઝ 80ના દશકની સૌથી વિવાદીત એક્ટ્રસમાંથી એક હતી. ઉલ્લેખનીય છે કે, તબ્બૂ ફરાહની નાની બહેન છે.

પોતાની સુંદરતાં અને અદાકારીથી બૉલિવૂડ પર રાજ કરનારી ફરાહ નાઝે તેમના કરિયર દરમિયાન ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તેમનું કરિયર પીક પર હતું ત્યારે તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. ફરાહે બિંદુ દારા સિંહ સાથે લગ્ન કર્યાં હતાં, પણ લગ્ન વધારે દિવસ ટક્યાં નહીં. યશ ચોપડાએ જ ફરાહને ‘ફાસલે’(1985)થી બૉલિવૂડમાં બ્રેક આપ્યો હતો, પણ ફરાહનો યશ ચોપડાની વાઇફ પામેલા ચોપડા સાથે ઝધડો થયો હતો.

ફરાહ વિશે કહેવામાં આવતું હતું કે, તેમણે ‘કસમ વરદી કી’ ફિલ્મના સેટ પર એક્ટર ચંકી પાંડેને માર માર્યો હતો. આ વિશે વાત કરતાં ફરાહે કહ્યું હતું કે, ‘ચંકી હંમેશા આઇ એમ ધ મેન કહી ખરાબ ઇશારા કરતો હતો એટલા માટે તેમણે એક દિવસ ચંકીને વુમન પાવરનો એહેસાસ કરાવ્યો હતો.’

એટલું જ નહીં ફરાહ વિશે એવું પણ કહેવામાં આવે છે કે, તેણે પાર્ટીમાં હાજર એક પ્રોડ્યુશરને લાફો માર્યો હતો. ખરેખર તો જે.પી.દત્તાની પાર્ટીમાં ફિલ્મમેકર ફારુખ નડિયાડવાલાએ ફરાહને બિયર પીવાનું ઑફર કર્યું હતું જેને લીધે તેમનો ઝઘડો થયો હતો.

બિંદુ પછી ફરાહે એક્ટર સુમીત સહગલ સાથે લગ્ન કરી લીધા હતાં. ફરાહ મુંબઈમાં તેમના પતિ અને દીકરા સાથે રહેતી હતી. ફરાહ પહેલાં કરતાં અત્યારે બદલાઈ ગઈ છે. તેમના ફોટો જોઈ તમે અંદાજો લગાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here