આજનું યુવાધન ડિજિટલ નગરી તરફ વધુ આકર્ષિત બન્યુ છે ત્યારે ટેકનોલોજીના હરણફાળ યુગમાં ‘ઇયરફોનના’ ઉપયોગનું વર્ચસ્વ વધ્યુ છે. ઇયરફોન યંગસ્ટર્સમાં ફેવરીટ છે. ઇયરફોનના ઘણા ફાયદાઓ છે.

જેમકે તે સરળતાથી માત્ર એક વ્યક્તિ દ્વારા જ ઉપયોગી ઉપકરણ છે. અને તેને ગમે ત્યાં સાથે રાખી શકાય છે. જેનાથી અન્યોને ખલેલ પણ નથી પહોંચતો અને અવાજનું પ્રદુષણ પણ થતુ અટકે છે.

ઇયરફોનનો સતત ઉપયોગ કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ જાણકારી મુજબ તેનો સતત ઉપયોગ કરનારાઓને દર એક કલાકે ૧૦ મિનિટનો વિરામ લેવો જરૂરી છે. યંગસ્ટર્સમાં ઇયરફોનનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

ઓફિસમાં કામ કરતી વખતે, ભણતી વખતે અવા અન્ય કોઇપણ કામ કરતી વખતે યુવાનોના કાનમાં ઇયરફોન ભરાયેલા જોવા મળે છે. મોટાભાગના લોકો તેને ગળામાં પણ પહેરીને રાખે છે.

જો તમને પણ ઇયરફોન પહેરીને કલાકો સુધી ગીતો સાંભળવા અવા મૂવી જોવાની ટેવ હોય તો ચેતી જજો. જો તમે ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો તમારી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે.

કોરોનાકાળમાં તો આ ઇયરફોનનો વધુ કાળજીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. બીજા કોઈ વ્યક્તિનો ઇયરફોનનો ઉપયોગ ક્યારેય ન કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here