પાલક અમૃત સમાન લાભકારી શાકભાજી છે પાલકમાં જે ગુણો અને પોષણ હોય છે તે બધાં સામાન્ય રીતે અન્ય કોઈ શાકભાજીઓમાં એકસાથે હોતા નથી. તેમાં એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે.

પાલકમાંથી મળતાં પોષક તત્વો
પાલકમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. આ સાથે તેમાં ભરપૂર પ્રમાણમાં નિયાસિન, રીબોફ્લેવિન, ઝિંક, પ્રોટીન, ફાઈબર, વિટામિન એ, સી, ઈ અને કે, થાયમિન, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનીઝ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાંથી બીટા કેરોટીન, લ્યુટેન પણ મળી રહે છે.

કોઈપણ સ્વરૂપમાં કરી શકો પાલકનું સેવન-તમે કોઈપણ સ્વરૂપમાં પાલકનું સેવન કરી શકો છો. પાલકની ભાજીનું સેવન, પાલકનો રસ, સૂપ તેમજ પાલકની ભાજીમાંથી બનેલી વાનગીઓ તમને બ્લડપ્રેશર, એનીમિયા, કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. કેટલાક લોકો તેને કાચી પણ ખાય છે.

હીમગ્લોબિન વધારે છે-
લોહીમાં હીમગ્લોબિનનું પ્રમાણ ઘટી ગયું હોય તેવા લોકોને ડોક્ટર પાલકની ભાજીનું સેવન કરવાની સલાહ આપે છે. કબજિયાત અને અપચાની સમસ્યાનો હલ પણ પાલકની ભાજીમાં રહેલો છે.

શ્વાસના રોગોમાં ગુણકારી-
આર્યુવેદ પ્રમાણે શ્વાસ, સોજાં ચડી જતાં હોય કે પાંડુ રોગની સમસ્યા હોય તે લોકો પણ પાલકની ભાજી ખાવી જોઈએ.

ગર્ભવતી સ્ત્રીઓ માટે લાભકારી-
પાલકમાંથી મળતું કેલ્શિયમ બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે બહુ લાભકારી હોય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઉણપને દૂર કરવામાં પાલક સક્ષમ હોય છે. આના નિયમિત સેવનથી યાદશક્તિ તેજ થાય છે.

વીર્યને વધારે છે-
પાલકનું સેવન કરવાથી તમારી સેક્સ લાઈફ ખૂબ જ સારી રહે છે. પાલકમાં ફોલિક એસિડ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે વીર્યની ગતિને વધારવામાં મદદ કરે છે અને ફર્ટિલિટીને વધારે છે.

ત્વચાને યુવાન બનાવી રાખે છેઃ-
પાલકમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. તેના નિયમિત સેવનથી કરચલીઓ દૂર થઈ જાય છે. સાથે જ ત્વચામાં સંકોચન આવે છે. પાલક અને લીંબુનો રસ સરખી માત્રામાં મેળવો. આ રસમાં બે કે ત્રણ ટીપાં ગ્લિસરીન મેળવીને ત્વચા પર રાતે સૂતી વખતે લગાવો. કરચલીઓ દૂર થવા લાગશે.

ખીલ થઈ જશે દૂરઃ-
પાલકનો જ્યૂસ પીવાથી સ્કિન પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. ઘણીવાર શરીર ઉપર દાણા થઈ જાય છે. પાલકના નિયમિત સેવનથી લોહી સાફ રહે છે. પાલકના પાનને પીસીને ચહેરા ઉપર 15-20 મિનિટ સુધી લગાવીને રાખવાથી ખીલની સમસ્યા દૂર થઈ જાય છે અને ચહેરો ચમકવા લાગે છે. પાલકના પાનને પાણીમાં ઉકાળીને ચહેરો ધોવાથી પણ ત્વચાની સમસ્યાઓ દૂર થઈ જાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ-
પાલકનું ગ્લાઈકેમિક ઈન્ડેક્સ સ્તર ઓછું હોય છે, જે શરીરમાં ગ્લૂકોઝના સ્તરને સામાન્ય બનાવી રાખે છે. એટલા માટે ડાયાબિટીસના દર્દીને નિયમિત રીતે પાલકના જ્યૂસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક રહે છે.

પેટની બીમારીઓને દૂર કરે છેઃ-
પાલકમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. એટલા માટે તેના સેવનથી પાચન સારી રીતે થઈ જાય છે. કબજિયાતથી આરામ મેળવવા માટે 100 મિલિલીટર પાલકના જ્યૂસમાં એટલું જ પાણી મેળવીને પીવાથી ફાયદો થાય છે. પાલકનો રસ જઠર, આંતરડા કે પેટની બીમારીઓમાં ખૂબ જ લાભદાયી રહે છે. તેના સેવનથી કબજિયાત, એસિડીટી, ગેસ, અપચો, હરસ વગેરે સમસ્યાઓ દૂર થઈ જાય છે.

દાંતને મજબૂત બનાવેઃ-
પાલકના જ્યૂસમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. એટલા માટે પાલક દાંતને મજબૂત બનાવી રાખે છે અને તેની સફેદી ટકાવી રાખે છે. તે મુખમાં એસિડને જમા નથી થવા દેતું.

કેન્સર સામે રક્ષણ આપે છેઃ-જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે પાલકમાં ફ્લેવોનોઈડ્સ સારી માત્રામાં હોય છે. તે મહિલાઓમાં કેન્સરની સંભાવનાને 40 ટકા સુધી ઓછું કરી દે છે. તે સિવાય તે શરીરની કેન્સર પ્રતિરોધી ક્ષમતાને વધારે છે.

અવસાદ દૂર કરે છેઃ-
પાલકમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ મગજને તાજગી આપે છે. સાથે જ અવસાદને પણ દૂર કરી દે છે.

હાઈ બ્લડપ્રેશર-
પાલકના સેવનથી આપણા શરીરને એ તમામ જરૂરી તત્વો મળે છે જેનાથી ન માત્ર શરીરનું વિકાસ થાય છે પરંતુ લોહીની નળીઓ પણ ખુલે છે. જેથી હાઈબ્લડપ્રેશરમાં પાલકનું સેવન વરદાન સમાન છે.

અન્ય લાભ
-થાઈરોઈડની સમસ્યામાં એક ગ્લાસ પાલકના રસની સાથે એક ચમચી મધ અને પા ચમચી જીરાનું ચૂર્ણ મેળવીને સેવન કરવાથી લાભ થાય છે.

-હૃદયરોગના દર્દીને દરરોજ એક કપ પાલકના જ્યૂસની સાથે 2 ચમચી મધ મેળવીને લેવું જોઈએ, તે ખૂબ જ ગુણકારી છે.

-પાલકનો એક ગ્લાસ જ્યૂસમાં સ્વાદ પ્રમાણે સિંધાલૂણ મીઠું મેળવીને સેવન કરવાથી દમ અને શ્વાસ રોગોમાં ખૂબ લાભ મળે છે.

-પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આ સિવાય હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે.

-પાલકનો રસ- કાચા પાલકનો રસ અત્યંત ગુણકારી હોય છે. તે સમગ્ર પાચન તંત્ર પ્રણાલીને ઠીક કરે છે. ખાંસી કે ફેફસાંમાં સોજા આવ્યા હોય તો પાલકના રસના કોગળા કરવાથી લાભ થાય છે.

-પાલકનું રસ પીવાથી આંખોની રોશની વધે છે. પાલકનો રસ રોજ પીવાથી મેમરી બૂસ્ટ થાય છે. તેમાં આયોડીન હોવાથી મગજનું થાક દૂર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here