દસ્યુ સુંદરીએ તરીકે ઓળખાતી ફૂલન દેવીનો 10 ઑગસ્ટે 57મો બર્થડે છે. ફૂલન દેવીનો જન્મ વર્ષ 1963માં યૂપીમાં જાલૌન જિલ્લામાં એક નાના ગામ ગોરહાના પૂર્વામાં થયો હતો.

ફૂલન દેવી તેમની સાથે થયેલી બળજબરીનો બદલો લેવા ડાકૂ બની ગઈ હતી અને તેમણે 22 લોકોને લાઇનમાં ઊભા રાખી ગોળી મારી દીધી હતી. આ પછી શેખર કપૂરે વર્ષ 1994માં ફૂલન દેવીની લાઇફ પર બેસ્ડ ‘બેન્ડિટ ક્વીન’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ફૂલન દેવીનો રોલ એક્ટ્રસ સીમા વિશ્વાસે પ્લે કર્યો હતો.

ફૂલન દેવીની જિંદગી પર બનેલી આ ફિલ્મ એટલે ચર્ચામાં હતી, કેમ કે ફિલ્મમાં એક્ટ્રસ સાથે ફિલ્માવવામાં આવેલો રેપ સીન ખૂબ જ ચર્ચામાં હતો. મીડિયા રિપોર્ટસ મુજબ, સીમાના પરિજનોએ આ ફિલ્મ બારી-દરવાજા બંધ કરીને જોઈ હતી.

ત્યાં સુધી કે, દરવાજાની સાથે લાઇટ બંધ કરી દીધી હતી. જોકે, સીમા નહોતી ઈચ્છતી કે આ ફિલ્મ પૂરી થયાં પછી પરિજનોની નજર તેમના ચહેરા પર પડે, કેમ કે આ ફિલ્મમાં તેમણે ન્યૂડ અને રેપ સીન આપ્યા હતાં.

જોકે એવું થયું નહીં. જ્યારે આ ફિલ્મ પુરી થઈ તો સીમાના પિતાએ તેમની તરફ જોયું. આ જોઈ સીમા પહેલાં તો ઘબરાઈ ગઈ, પણ તેમના પિતા ઊંડો શ્વાસ લેતા કહ્યું કે, ‘આ રોલ તો અમારી સીમા જ કરી શકે છે’ આ સાંભળી સીમાના જીવમાં જીવ આવ્યો હતો.

સીમા વિશ્વાસએ ચંબલની રાની કહેવાતી ફૂલન દેવીનો રોલ પ્લે કર્યો એટલું જ નહીં પણ તેમાં જીવ પણ રેડ્યો હતો. શૂટિંગ દરમિયાન તેમણે બે દિવસ સુધી કંઈ પણ ખાધું નહોતું. કહેવાય છે કે, ફૂલન દેવીએ આવું જ કંઈક કર્યું હતું, જ્યારે તે જંગલોમાં રહેતી હતી.

શૂટિંગ દરમિયાન સીમાએ ખુદને બીજા સમાજ કરતાં અલગ કરી લીધો અને ધૌલપુરના એક ગેસ્ટ હાઉસમાં ખૂણામાં બેસી કલાકો સુધી તેમના રોલ વિશે વિચારતી હતી.

‘બેન્ડિટ ક્વીન’માં સીમાના એક ન્યૂડ સીન પણ આપ્યો હતો, જેને લઈ ખૂબ જ વિવાદ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ તો સીમાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તેમણે ફિલ્મમા એક ન્યૂડ સીનને કારણે આખી રાત રડવું પડતું હતું’

કહેવાય છે કે, જ્યારે આ સીન પ્લે ફિલ્માવવામાં આવ્યો તો ડિરેક્ટર, કેમેરામેન ઉપરાંત બીજા દરેક લોકોની એન્ટ્રી બેન હતી. સીમા વિશ્વાસે આ ફિલ્મ અંગે કહ્યું હતું કે, ‘તે સમયે લોકોનું રિએક્શન ખૂબ જ ખરાબ હતું.’ ઘણાં લોકોએ આ રોલને લીધે તેમને નફરત કરવા લાગ્યા હતાં. જોકે, તેમણે ક્યારેય આ ફિલ્મ વિશે નિવેદન આપ્યું નહોતું.’

સીમાએ કહ્યું હતું કે, ‘બૉલ્ડ સીન તેમણે નહીં, પણ બૉડી ડબલે કર્યો હતો. આ વિશે તેમના પરિજનોને જાણ હતી, એટલે તેમને ઘરમાં કોઈ સ્પષ્ટતા આપવી પડી નહોતી. ફિલ્મમાં તે સીન પછી આખું ફિલ્મ યૂનિટ રડ્યું હતું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here