ટીવી ક્વીન એકતા કપૂરની સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર ખુબ ધૂમ મચાવી રહી છે. તો બીજી બાજુ એકતાની લોકપ્રિય સીરીજ ‘ગંદી બાત’ ચાહકોમાં ભારે હીટ થઇ છે. આ સીરીજની અભિનેત્રી અંવેશી જૈન પણ ઘણી ચર્ચામાં છે. આ સીરીજમાં અંવેશીના કાર્યની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. જો કે આ બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરવાથી લઈને અંવેશીનો પરિવાર ખુશ નહોતો. ખુદ અંવેશી જૈને પોતાના ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

તમને જણાવીએ કે ગંદી બાત ફેમ અભિનેત્રી અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે. ઉપરાંત તેના ફોટો અને વીડિયો અપલોડ કરતી જ રહે છે. યુ-ટ્યુબ પર ગંદી વેબ સિરીઝ માટે આપવામાં આવેલ આડિશનનો એક વિડીઓ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરવ્યૂ દરમિયાન તેની પર્સનાલિટી વિશે બોલતી વખતે અન્વેશીએ કહ્યું હતું કે-હું એ વાતથી શરૂ કરવા માંગુ છું જે મને જરાય પસંદ નથી.

અન્વેષી જૈન કહે છે કે-મને મારા વિશે જે વસ્તુ જરાય નથી ગમતી તે એ છે કે મારામાં ધૈર્યનો અભાવ છે. શરૂઆતમાં હું નાની નાની વસ્તુઓ પર ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાતી હતી પરંતુ હવે હું તેના પર કામ કરી રહી છું. જેના કારણે હું ઘણી બદલાઈ ગઈ છું. હું તમને કહેવા માંગુ છું કે આ પરિવર્તન હોવા છતાં જ્યારે હું ગુસ્સે થાઉં છું તો પછી મારી જીભને કાબૂમાં રાખી શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here