બુધવાર ગણેશજીનો વાર છે. વિઘ્નહર્તા ગણેશ જી હંમેશાં દરેકની ઇચ્છાઓને પરિપૂર્ણ કરે છે. ગણેશજીના ઘણા એવા મંત્રો આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે. ભગવાન ગણેશ એક એવા દેવતા છે જેમને દૂર્વા ખૂબ જ પ્રિય છે.
ભગવાન ગણેશજીની ઉપાસનામાં દૂર્વાનો ઉપયોગ કરવો જ જોઇએ. ગણેશની ઉપાસનામાં દુર્વા ચડાવવાથી ગણેશજી તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ વેદનાઓને દૂર કરે છે. ગણેશને જીને લાલ જાસુદની સાથે તમે જાણો છો કે દૂર્વા અર્પણ કરવાના કેટલાક નિયમો અને દુર્વાના જાપ કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવામાં આવે છે.
તો જાણી લો કયા કયા છે આ મંત્ર ગણેશ ગાયત્રી મંત્ર ॐ એકદન્તાય વિઘ્નહે| વક્રતુન્ડાય ધીમહિ| તન્નો બુદ્ધિ પ્રચોદયાત ।। આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો શાંત મનથી 108 વાર જાપ કરવાથી ગણેશજીની કૃપા થાય છે.
સતત 11 દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના પૂર્વ કર્મોનુ ખરાબ ફળ ખતમ થઈ જાય છે અને ભાગ્ય તેની સાથે થઈ જાય છે. ગણેશ કુબેર મંત્ર ॐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ સ્વાહા ।। જો વ્યક્તિ પર ખૂબ જ દેવુ વધી ગયુ હોય
અને આર્થિક મુશ્કેલીઓ વારંવાર પરેશાન અને દુખી કરવા માંડે ત્યારે ગણેશજીની પૂજા કર્યા પછી ગણેશ કુબેર મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી વ્યક્તિનુ દેવુ ભરપાઈ કરવાની શરૂઆત થઈ જાય છે અને ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે
જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે. ॐ કપિલાય નમ : કપિલ (લાલ)નો અર્થ છે કે તમે કલર થેરાપી આપવા સક્ષણ છે. તમે પોતે રંગ ક્રિએટ કરી શકો છો અને તેનાથી લોકોને સાજા કરી શો છો.
આ મંત્રનો એક અર્થ એ પણ થાય છે કે તમે જે માંગશો એ તમને કામધેનુની જેમ મળી જશે. ખાસ કરીને જ્યારે તમે બીજાનું હિત ઈચ્છશો, તમારી ઈચ્છા તરત જ પૂરી થશે.
ઉપર જણાવેલા મંત્રોચ્ચાર દ્વારા ગણેશજી ની મૂર્તિ નવા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ… આ મંત્રો આર્થિક મુશ્કેલીઓમાં રાહત,કલેશ, માનસિક તણાવ વગેરે તકલીફ અને અડચણો દૂર કરે છે. તેમજ નાણાકીય સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
જો કોઈ મંત્ર ન આવડતો હોય તો, ‘ગં ગણપતયે નમ:’ને વાંચતા પૂજામાં લાવવામાં આવેલ સામગ્રી ગણપતિ પર ચઢાવો. અહીંથી જ તમારી પૂજાનો સ્વીકાર થશે અને તમને શુભ-લાભનો અનુભવ મળશે.