ભારતીય સંસ્કૃતિ અનુસાર ઘરની વહુ કે દીકરીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવામાં તેના સુભ કર્યો અને લક્ષણોથી ઘરમાં હંમેશા સુખ સમૃધી વધતી રહે છે. તેથી ઘરના દરેક શુભ કામ ઘરની લક્ષ્મી એટલે કે વહુ કે દીકરીને વિશેષ મહત્વ આપવામાં અવે છે.

તેમજ તેના કામ કાજનું ફળ પણ ઘરના સુખ સૌભાગ્ય પર પડે છે. તેથી જો ઘરની દીકરી કે વહુ ખરાબ કે અશુભ કામોથી દુર રહેશે તો લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે. આજે અમે તમને અમુક એવા ખરાબ કાર્યો વિશે જણાવા જઈ રહ્યા છીએ કે જે ઘરની સ્ત્રીઓને કરવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે જે ઘરની સ્ત્રીઓ આ કામ કરશે તે ઘરથી માં લક્ષ્મી નારાજ થઇ જાય છે.

ઘરમાં સરખી સાફ સફાઈ ન રાખવી :

એ વાત તો બધા જાણે છે માતા લક્ષ્મીને સાફ સફાઈ ખુબ જ પસંદ છે, અને જ્યાં સારી સાફ સફાઈ ન થતી હોય ત્યાં લક્ષ્મી વધુ સમય ટકતી નથી. આજના સમયમાં સ્ત્રીઓ ઘરની સાફ સફાઈને લઈને વધુ સીરીયસ નથી હોતી ઘણા ઘરમાં સરખી રીતે સાફ સફાઈ થતી ન હોય તેથી લક્ષ્મી ત્યાં વધુ સમય ટકતી નથી. તેથી જો તમે ઈચ્છો છો કે કે લક્ષ્મી તમારા ઘરમાં ટકે તો સમયસર ઘરની સાફ સફાઈ થવી ખુબ જ જરૂરી છે.

જાડુંનું અપમાન ન કરવું જોઈએ :

ધાર્મિક માન્યતાઓમાં જાડુંને પણ દેવી લક્ષ્મીના રૂપમાં માનવામાં આવે છે તેથી ઘરની સ્ત્રીઓને જાડુંનું સન્માન કરવું જોઈએ. ઘણીવાર ઘરમાં પડેલ જાડુંને પગથી ઠોકરો મારતા હોય છે. પરંતુ ઘરની સ્ત્રીઓને ભૂલથી પણ જાડુંને પગ નો લગાવવો જોઈએ. તેમજ જાડુંને લોકોની નજરથી બચાવીને અલગ જગ્યા પર રાખવું જોઈએ.

ઘરે આવેલ મહેમાનનું અપમાન ન કરવું જોઈએ :

મહેમાન પણ ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેથી ઘરે આવેલ મહેમાનોનું ભૂલથી પણ ક્યારેય અપમાન ન કરવું જોઈએ, ઘરની સ્ત્રીઓને તેનું સન્માન કરવું જોઈએ. સન્માન કરવાથી ઘરમાં સુખ સમૃધી બની રહે છે.

ઘરના દરવાજાને ઠોકર મારવી ન જોઈએ :

ઘરની સ્ત્રીઓને ક્યારેય ઘરના દરવાજાની ઠોકર મારીને ખોલવો ન જોઈએ. માનવામાં આવે છે કે દરવાજાને ઠોકર મારવાથી લક્ષ્મી દેવી ગુસ્સે થઇ જાય છે તેથી આ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ.

રાતે વાસણ ધોયા વગર ન રાખવા :

ધાર્મિક માન્યતાઓમાં ઘરની રસોઈને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે રસોઈ માં સાફ સફાઈ રાખવાથી લક્ષ્મી દેવી હંમેશા પ્રસન્ન રહે છે. પરંતુ ઘણી સ્ત્રીઓ રાતે વાસણ ધોયા વગર જ રાખી દેતી હોય છે જેથી લક્ષ્મી નારાજ થઇ જાય છે.

રસોઈ બનાવીને ચુલ્લાપર થી વાસણ હટાવી દેવા જોઈએ :

રસોઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રસોઈ બની જાય એટલે તરત જ વાસણ જેમ કે તાવડી કે અન્ય વાસણ ચુલ્લા પરથી હટાવી લેવા જોઈએ. કારણ વગર વાસણ ચુલ્લા રાખવા ન જોઈએ તેને અશુભ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here