ત્વચાને ચમકીલી બનાવા માટે મોંઘા મોંઘા રસાયણયુક્ત પદાર્થો ઉપયોગમાં લેવાને બદલે કુદરતી સામગ્રીઓ જે રસોડામાં હંમેશાથી હોય છે તેની મદદ લઇ શકાય. મીઠું, લીમડો, કોફી, મધ, સંતરા, લીંબુ, ચોકલેટ અને ઓટનો સમાવેશ થાય છે.

મીઠું :

મીઠાનો  સ્ક્રબ મૃત ત્વચાને દૂર કરવામાં ઉપયોગી છે. તેમજ તે ત્વચા પરથી ધૂળ દૂર કરીને સ્વચ્છ કરે છે. જેથી ત્વચા તાજગીસભર લાગે છે. મિનરલ્સયુક્ત સોલ્ટ જેવા કે દરિયાઇ સોલ્ટ આ માટે વધુ ફાયદાકારક છે. મીઠા સાથે બદામનું તેલ ભેળવી સ્ક્રબ બનાવી ત્વચા પર લગાડી થોડી વાર રહીને હળવેથી રગડીને દૂર કરવું.

કોફી :

કોફીના મુઠ્ઠી ભર દાણા લઇ ત્વચા પર ઘસવાથી મૃત ત્વચા દૂર થાય છે. કોફી પાવડરમાં બ્રાઉન સુગર અને ઓલિવ ઓઇલ ઓઇલ ભેળવી પેસ્ટ બનાવવી.આ ઉપરાંત કોફી સાથે મધ ભેળવીને હોઠ પર લગાડવાથી ઉત્તમ લિપ બ્લામનું કામ કરે છે.

મધ-ઓટમીલ :

સંવેદનશીલ ત્વચા  માટે  મધ અને ઓટમીલનો પેક ફાયદાકારક છે. ઓટમીલ એટલે કે જવને ગ્રાઇન્ડરમાં પીસી નાખવું તેમાં મુલાયમ પેસ્ટ બનાવા માટે મધ ભેળવવું. ચહેરા પર લગાડી હળવા હાથે સ્ક્રબ કરવું. દસ મિનીટ બાદ ચહેરો હુંફાળા પાણીથી ધોઇ નાખવો. અઠવાડિયામાં ત્રણ વખત કરવું.

સ્નાનના પાણીમાં જવ અને દૂધ ભેળવવા. જવ પલળી જાય બાદ સ્નાન કરવું.

લીમડો :

લીમડો ત્વચાને રક્ષણ આપવા માટે જાણીતો છે. ત્વચાને સખત રાખવા માટે તે ગુણકારી છે. લીમડાના ભુકામાં ચંદન પાવડ અને ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવી.

સંતરાની છાલના પાવડર સાથે મુલતાની માટી

સંતરાની છાલનો પાવડર અને મુલતાની માટીને ભેળવી તેમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવીચહેરા પર લગાડવું. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. આ પેકથી ત્વચા ચમકીલી થાય છે  તેમજ ચહેરા પરના બ્લેકહેડ્સ પણ દૂર થાય છે. સંતરામાં વિટામિન સી હોવાથી તે ત્વચા માટે ફાયદાકારક છે.

સંતરાની છાલન પાવડર, લીંબુનો રસ  પણ ટેન થયેલી ત્વચામાં લાભ કરાવે છે.

મગની દાળ આથવા મગ :

મગની દાળ અથવા તો મગ બ્યુટી ટ્રીટમેન્ટમાં ફાયદાકારક સાબિત થયા છે. મગની દાળને ચંદન પાવડર સાથે દળી તેમાં સંતરાની છાલનો પાવડર, લીંબુનો રસ, ગુલાબજળ, તેમજ લીમડાના પાંદડાના ઝીણાઝીણા ટુકડા કરી પેસ્ટ બનાવવી અને ત્વચા પર લગાડવું.

દાળને રાતના પાણીમાં પલાળી રાખી તેમાં બદામ અને મધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર દસ મિનીટ સુધી લગાડી રાખવું. ત્વચા મુલાયમ તેમજ ચમકીલી થાય છે.

મગની દાળની પેસ્ટમાં દહીં ભેળવી ચહેરાપર લગાડી સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો.

ગુલાબજળ અને ચણાનો લોટ :

ચણાના લોટમાં ગુલાબજળ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર પંદર મીનીટ સુધી લગાડી રાખવું. તે રૂક્ષ થયેલી ત્વચાને ફરી ચમકીલી કરવા અસરકારક છે.

તાત્કાલીક અસર કરે તેવો પેક

દરિયાઇ મીઠું, લીંબુનો રસ અને  કોપરેલ

પાર્ટી અથવા કોઇ પ્રસંગે જવાનું હોય ત્યારે ત્વચાને ચમકીલી કરવા માટે અડધો કપ દરિયાઇ મીઠું, લીંબુો રસ અને કોપરેલ ભેળવી સ્ક્રબ બનાવવું. ચહેરા પર લગાડી સુકાઇ જાયબાદ ધોઇ નાખવું. દરિયાઇ મીઠું ત્વચા પરની મૃત ત્વચા દૂર કરે છે. નાળિયેર હાઇડ્રેટરનું કામ કરે છે અને ત્વચાને પોષણ આપે છે. આ મિશ્રણમાં ઓલિવ ઓઇલ અને લવન્ડર પણ ભેળવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here