ભગવાન દુ:ખ આપતાં પહેલાં આપે છે આ સંકેતો, તમે પણ જાણીને થઇ જાઓ સાવધાન…

જીવનમાં દરેક વ્યક્તિ સાથે સુખ-દુખ જોડાયેલુ છે.જીવનમાં ઘણીવાર દુખ આવતું હોય છે.જયારે અમુક સમય બદલાતા સુખ જોવા મળતું હોય છે.આ એક કુદરતી નિયમ છે.જે દરેક વ્યક્તિએ સહન કરવું પડતું હોય છે.

કોઈ પણ વ્યક્તિ પોતાના આવતા સમય અંગે જાણી સકતા નથી.માટે તે હંમેશા ચિંતાભર્યું જીવન જીવતો હોય છે.એવું કહેવાય છે કે જયારે પણ દુખ આવે છે ત્યારે વધારે નિરાશ નઈ થવું અને સુખના સમયે વધારે ખુશ પણ ન થવું જોઈએ.

આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છીએ કે જીવનમાં આવતા દુખો અંગે થોડી પણ જાણકારી આપણને મળતી હોત તો મુશ્કેલીઓ માટે અગાઉથી તૈયાર હોત અને કદાચ તેનાથી બચવા માટે કંઈક કરી પણ શકતા હોત.

જયારે બીજી બાજુ એવું પણ કહેવામાં આવે છે કે જીવનમાં કોઈ પણ સુખ કે દુઃખનો બદલાવ થવાનો હોય તો તેના સંકેતો આપણને પહેલા મળે છે.

આપણી પ્રકૃતિમાં એવા ઘણાખરા માધ્યમો છે જે આપણને ઘણા સંકેતો આપે છે.પરંતુ તે સંકેતો અંગે પૂરતી જાણકારી હોતી નથી.જેથી તે સંકેતો આપણા માટે વ્યર્થ સાબિત થાય છે.

પરંતુ આજે અમે તમને આવા જ કેટલાક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે આપણને દુ:ખના પહાડ નીચે દબતા પહેલા મળે છે.

જો તમે આ સંકેતોને સારી રીતે સમજો છો તો પછી તમે આવતી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો.માટે જાણો કેટલાક સંકેતો અંગે..

ભગવાન દુ:ખ પહેલાં આ સંકેતો આપે છે –

કાચનું તૂટવું –

અરીસા અથવા ઘરના કોઈપણ કાચનાં વાસણો અથવા અન્ય વસ્તુઓનું તૂટવું એ અશુભ સંકેત છે. જો કોઈ કાચની વસ્તુ તમારી પાસેથી અથવા કોઈ બીજી બાજુથી તૂટી જાય છે,તો સમજો કે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાનું છે.

આવી સ્થિતિમાં તમારે દરેક પગલા સાવચેતી સાથે રાખવા જોઈએ.કારણ કે આ ખરાબ બાબતો તમારી પોતાની ભૂલને કારણે થઈ શકે છે.તેથી જે વ્યક્તિ પોતાના હાથથી ગ્લાસ તોડે છે,તેને સૌથી વધુ ચેતવાની જરૂર છે.

કુતરાનું છીંકવું –

સામાન્ય રીતે માણસોની છીંક આવવી પણ ખરાબ શુકન માનવામાં આવે છે.તેથી જો તમે કોઈ પણ જગ્યાએ જઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિને છીંક આવે છે,તો પછી લોકો થોડી વાર બેસે છે અને પછી જાય છે જેથી ખરાબ અરસ આપણી પરથી ​ટળી જાય.

આવું થવું ખાલી મનુષ્યની છીંક સાથે લાગુ પડતું નથી.પરંતુ જયારે તમે કોઈ પણ બહાર જઈ રહ્યા છો અને કોઈ પણ કુતરો છીંકે છે,તો તે ખૂબ જ ખરાબ શુકન છે.

આવી સ્થિતિમાં તમે થોડો સમય બેસો છો તો પણ મુશ્કેલી અટકતી નથી.આ સ્થિતિમાં તમારે તે યાત્રાને ટાળવી જોઈએ.

કાગડાની ચાંચ મારવી –

કોઈપણ કાગડો આપણી પર હુમલો કરે છે અથવા તે આપણને ચાંચ મારે છે તો તે ખૂબ દુખદ ઘટનાની નિશાની છે.આવું તમારી સાથે થાય છે તો તરત જ ઘરમાં જઈને કોઈ પણ પાઠ કરો થવા કોઈ પણ હવનનું આયોજન કરો.

જો તમે આ નહીં કરો તો પછી ખરાબ નસીબનો પડછાયો હંમેશાં તમારી ઉપર ફરતો રહેશે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *