ગુજરાતની સ્ટાર સિંગર કિંજલ દવેએ હાલમાં પોતાના ફિયાન્સ સાથે સગાઈની ત્રીજી એનિવર્સરી ઉજવી હતી. જેના ફોટો પણ તેણે સોશ્યિલ મીડિયામાં શેર કર્યા હતા. કિંજલ દવેએ બાળપણના મિત્ર પવન જોષી સાથે આજથી ત્રણ વર્ષ પહેલા સગાઈ કરી હતી.
કિંજલ દવેની સગાઈ બાદ તેના નાનાભાઈ આકાશ દવેએ જાગૃતિ જોષી નામની છોકરી સાથે સગાઈ કરી હતી. કિંજલ દવે, પવન જોષી, આકાશ દવે અને જાગૃતિ જોષી આ ચારેય વિશેની અમે તમને એવી વાત જણાવીશું જે તમને ખબર જ નહીં હોય.
વાત એમ છે કે કિંજલ દવેની થનારી ભાભી જાગૃતિ જોષી કિંજલ દવેની નણંદ પણ થાય છે. વાંચીને આશ્ચર્ય થયું ને? પણ આ સાચી વાત છે. જાગૃતિ જોષીએ કિંજલ દવેની ભાભી પણ થાય અને નણંદ પણ થાય. કેમ કે જાગૃતિ જોષી કિંજલ દવેના મંગેતર પવન જોષીની બહેન છે.
સંબંધોની વાત કરીએ તો જે રીતે કિંજલ દવે અને આકાશ દવે ભાઈ-બહેન છે, એ જ રીતે પવન જોષી અને જાગૃતિ જોષી પણ ભાઈ બહેન છે. આમ પવન જોષી આકાશ દવેનો સાળો પણ થાય અને બનેવી પણ થાય.
આજથી ત્રણ વર્ષ પહેલાં કિંજલ દવેએ પવન જોષી સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ એ વખતે ખૂબ વાઈરલ થઈ હતી. ત્યાર બાદ આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈ કરવામાં આવી હતી. જેની મીડિયામાં નોંધ લેવાઈ નહોતી.
આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈની તસવીરો આકાશના પિતા લલિતભાઈ દવેએ સોશ્યિલ મીડિયામાં એ વખતે શેર કરી હતી. જોકે તેમાં તેમણે આકાશ કે જાગૃતિની તસવીરો મૂકી નહોતી. પણ લલિતભાઈ મહેમાનો સાથે બેઠેલા દેખાતા હતા.
નોંધનીય છે કે કિંજલ દવેનો ફિયાન્સ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. આકાશ-જાગૃતિની સગાઈ પણ આ જ ગામમાં કરવામાં આવી હતી. જ્યારે કિંજલનું મૂળ ગામ પાટણ જિલ્લાનું જેસંગપરા છે.
આકાશની ફિયાન્સી જાગૃતિને પરિવારજનો પ્રેમથી સોનુ કરીને પણ બોલાવે છે. સગાઈ કર્યાં બાદ આકાશ અને સોનુ ઘણીવાર સાથે જોવા પણ મળ્યા હતા.
આમ તો ભાભી-નણંદ વચ્ચે ખૂબ સારું બંને છે. બને વચ્ચેનું ટ્યુનિંગ પણ સારું છે. બંને હળમળીને રહેતાં હોય એવી તસવીરો પણ સોશ્યિલ મીડિયામાં જોવા મળે છે. એટલું જ નહીં સગાઈ બાદ ભાભીના બર્થ-ડે પર કિંજલે ગિફ્ટ પણ આપી હતી.
કિંજલના ફિયાન્સ પવન જોષીની વાત કરીએ તો સરિયદ ગામનો વતની પવન જોશી પોતાના પિતાના બિઝનેસ અર્થે બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી ત્યાં જ રહ્યો હતો. જોકે બાદમાં તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો હતો. પવન જોષીને ફીટ રહેવું વધુ પસંદ છે. તેના વર્કઆઉટના વીડિયો પણ તેણે સોશ્યલ મીડિયામાં શેર કર્યા છે.
હીરા ઘસતાં હતા કિંજલના પિતા
કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલ્બમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.
રાતોરાત ચમકેલી કિંજલ દવે કોણ છે?
કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના પિતા હીરાઘસુ એટલે કે રત્નકલાકાર હતા. તેઓ હીરા ચમકાવવા ઉપરાંત ગીતો લખવાના પણ શોખીન હતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ.
પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું હતું. પિતાને ગાતાં જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો હતો. તે અરસામાં તેમની મુલાકાત મનુ રબારી સાથે થઈ અને બંનેએ સાથે મળીને અનેક ગીતો લખ્યા હતા.
જોકે કિંજલ 7 વર્ષની નાની વયથી જ સ્ટેજ પર્ફોર્મ કરવા લાગી હતી અને તેનો અવાજ પણ સૂરીલો હતો. તેથી મનુ રબારીએ તેના માટે ગીતો લખવાના શરૂ કર્યા અને જોત જોતામાં બંનેની જોડીએ ઘણાં હીટ ગીતો ગુજરાતની જનતાને આપ્યા. જેને કારણે આજે કિંજલ દવેનું ગુજરાતમાં જ નહીં પણ વિદેશની ધરતી પણ ગુંજે છે.
ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી. હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે.
કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.