આજના સમયમાં પૈસો જ જાણે કે સર્વસ્વ છે. જીવનની મોટાભાગની તકલીફો પૈસા દ્વારા ઉકેલાતી હોય છે તે માણસ પૈસા કમાવવા માટે દિવસરાત મહેનત કરતો હોય છે તે છતાં પણ ક્યાંકને ક્યાંક તમારું ભાગ્ય તમને સાથ નથી આપતું, અને મહેનત કરવા છતાં પણ પરિણામ નથી મળતા.

તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી થતી નથી. આજે અમે તમને ગુરુવારે કરવાનો એક એવો ઉપાય જણાવીએ છીએ જેના દ્વારા તમારા જીવનમાં પૈસાની ખોટ નહીં રહે.

જો તમે ગુરુવારના દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી પ્રભુ નારાયણનુ ધ્યાન ધરો અને ત્યારબાદ તેમની પ્રતિમા સામે ઘી નો દીપક પ્રજ્વલિત કરીને વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન કરશો તો તમારા ઘરની અંદર હંમેશા સુખ સમૃદ્ધિ વ્યાપેલી રહેશે.

ગુરુવારના દિવસે ગુરુમંત્ર “ॐ बृं बृहस्पते नम:”નું ઓછામાં ઓછા ૧૦૮ વાર મંત્રોચ્ચાર કરવા.તેનાથી તમારી શારીરિક અને માનસિક પીડાઓ દૂર થશે અને જીવનમાં સમૃદ્ધિનો પણ વાસ થશે.

ગુરુવારના દિવસે પૂજાઘરમા હળદરની માળા લટકાવવી અને કાર્યસ્થળે પીળા રંગની વસ્તુઓનો જ ઉપયોગ કરવો, જેથી આ સમસ્યા દૂર થાય. જો તમે ગુરુવારના દિવસે પીળી વસ્તુઓ જેમકે, સોનુ , હળદર , ચણા , ફળ વગેરેનુ દાન કરવાથી પણ ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here