આપણા દેશમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઘણે દૂરથી મોટી સંખ્યામાં આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, તેવા જ આપણે આજે હડકાઇ માના ઇતિહાસ વિષે વાત કરીશું. આ વાત ઘણા વર્ષો પહેલાની છે, અહીંયા રામજી અને ફુલજીભાઈ નામના બે ભાઈઓ રહેતા હતા.
તેમાંથી રામજીભાઈ એક ભુવા હતા અને લીંબાસી ગામમાં દેવી પૂજનના કુબા હતા. એક સમયે ગામના દેવી પૂજકે એવું કહ્યું હતું કે તમારી માતા તમારી પાઘડીએ આવીને બેસે છે પણ અમે અત્યાર સુધી માનતા નથી. અમે કાલે 999 દેવી પુજકો આવશે અને એ વખતે બધા જ દેવી પૂજકો જમવા બેસ્યા હોય એટલે આવીને તેલમાંથી પૂરીઓ તળીને અમને આવો પરચો આપો તો અમે માતાજીને માની જઈએ.
રામજીભાઈ તે પછી ઘરે ગયા અને ઘરે જઈને ભુવાજી માતાજીના મઢમાં ગયા અને ત્યાં જઈને માતાજી આગળ રડી પડ્યા અને કહેવા લાગ્યા કે માં મને કોઈ ખોટું કહેશે તો ચાલશે પણ માં તમારા વિષે કોઈ ખોટું બોલશે તો તે નહીં ચાલે, આ કહીને રામજીભાઈ ત્યાં જ મઢમાં સુઈ ગયા અને એ જ સમયે રામજીભાઈને સપનું આવ્યું કે માતાજી ત્યાં આવશે.
રામજીભાઈએ તેમના ભાઈ ફુલજીભાઈને જગાડ્યા અને સવારના સમયે જ બધા દેવી પુજકોને ભેગા કર્યા અને તેમને સપનામાં જે કહ્યું હતું, તે દિવસે માં આવ્યા જ નહીં અને બધા જ લોકો ભેગા થઈને તેમની ત્યાં રાહ જોઈ રહ્યા હતા. તેવામાં જ માતાજી કુતરીનું રૂપ લઈને આવ્યા હતા અને અને બપોરે તાવડામાં મોઢું નાખીને પૂરીઓ લઈને જતા રહ્યા હતા.
તે જ સમયે રામજીભાઈ બધા લોકોને કહેવા લાગ્યા હતા કે દેવી આવી ગયા અને બધા જ દેવીપૂજકોને પરચો આપીને ગયા. ત્યારથી જ બધા લોકો હડકાઇ માતાજીના નામથી ઓળખવા લાગ્યા હતા અને એમને એવું પણ કહ્યું હતું કે જે લોકોને કુતરા કરડ્યા હોય તે બધા જ લોકોના હડકવા મટાડી દઈશ.