એક 62 વર્ષિય વૃદ્ધ વ્યક્તિને અચાનક ડાબી આંખમાં તકલીફ થવા માંડી, ધીમે-ધીમે ઓછું દેખાવા લાગ્યું ખાસ કરીને રાત્રીના સમયે! આંખોની રોશની ઓછી થવાના કારણે તેઓ ડૉક્ટર પાસે ગયાં એવું તારણ નીકળ્યું કે, તેઓની આંખની આસપાસની નસો સૂકાઈ રહી છે તેના કારણે તેઓને ઓછું દેખાવાની સમસ્યા ઉદ્ભવી અને આગળ જતાં તેઓને ડાબી આંખથી દેખાવાનું પણ બંધ થઈ જશે.

આપણું શરીર એ ઈશ્ર્વરે આપેલો અદ્ભૂત ઉપહાર છે. આ શરીરની રચના થતાં સમયે માતા સાથે તેની નાડી સંકળાયેલી હોય છે કહેવાય છે કે, મનુષ્યના મૃત્યુ બાદ પણ આ નાભિનો છેડો કેટલાંક સમય સુધી ગરમ રહે છે. નવ મહિનાના ગર્ભાવસ્થા પછી એટલે કે 270 દિવસ પછી સંપૂર્ણ બાળ સ્વરૂપ રચાય છે. તમામ ચેતા ગર્ભાશયની ગર્ભાશયની સાથે જોડાય છે. તેથી નાભી એક અદ્ભુત ભાગ છે.

નાભિની પાછળની બાજુએ એક પેચોટી (નાભિનું બટન) છે, જેમાં 72000થી વધુ રક્ત ધમનીઓ સ્થિત છે જો બધી ધમનીઓ જોડાયેલ હોય, જો આ ધમનીઓને જોડવામાં આવે તો તેની લંબાઈ હજારો કિલોમીટર થઈ શકે! નાભીમાં શુદ્ધ ઘી અથવા ગાયનું તેલ નાખવું એ ઘણા શારીરિક નબળાઈઓનો ઉપાય સાધી શકાય છે.

ખીલ માટે
યુવાનોની મોટી સમસ્યા જો કોઈ હોય તો તે ખીલ છે, ત્વચાની સુંદરતા માટે ખીલ દૂર થવા જરૂરી છે. ખીલની સમસ્યાને દૂર કરવા માટે નાભીમાં ત્રણથી સાત ટીપાં લીમડાંનું તેલ નાખો, ફાયદો થશે.

આંખ માટે
આંખની સુકાતા, નબળા દ્રષ્ટિ, ચળકતી ત્વચા અને વાળ માટે ઊંઘતા પહેલાં નાભીમાં ત્રણથી સાત ટીપાં શુદ્ધ ઘી અને નાળિયેર તેલ નાંખો અને તેને નાભીની આજુબાજુ બે ઇંચ જેટલું ફેલાવો.

ઘૂંટણની પીડા માટ
ઉંમર વધવાની સાથે-સાથે હાડકાં ઘસાતા જાય છે તેમ ઘૂંટણ પણ ઘસાતા હોય દુ:ખાવો થાય છે તેથી ઊંઘતા પહેલાં એરન્ડાનું તેલ ત્રણથી સાત ટીપાં નાભીમાં નાંખો અને આજુબાજુ બે ઇંચ આસપાસ ફેલાવો.

સાધાના દુ:ખાવા માટે
શરીરના કોઈ પણ ભાગમાં દુ:ખાવો હોય સૂકી ચામડી હોય અને સાંધામાં પણ દુ:ખાવો રહેતો હોય તો રાત્રે ઊંઘતા પહેલાં સરસવના ત્રણથી સાત ટીપાં મુકી શકાય અને તેને પણ બે ઈંચ આસપાસ ફેલાવો.

નાભિમાં તેલ રેડવાના કારણો
મનુષ્ય શરીરની નાભી બહુ સારી રીતે જાણે છે કે, કઈ રૂધિરવાહિની સૂકાઈ રહી છે? તેથી જે ભાગની નસો સૂકાઈ રહી હોય તે ભાગ ઉપર નાભી વાટે આ તેલ તે જગ્યા ઉપર સ્થિર થઈ જાય છે અને ધમનીઓને આ તેલ સૂકાવા દેતું નથી જેના કારણે અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. જ્યારે બાળક નાનું હોય અને તેના પેટમાં દુ:ખાવો થાય છે, ત્યારે અમે તેના પેટ અને નાભિની આસપાસ હિંગ અને પાણી અથવા તેલનું મિશ્રણ મૂકીએ છીએ અને તેની પીડા તરત જ અદૃશ્ય થઈ જાય છે તે તેલનું કામ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here