કેવી રીતે અટકાવશો ખરાબ સપનાને:-

ઘણી વખત તમને બેડ ડ્રિમ્સ અથવા ખરાબ સપના આવતા હોય છે. જેના કારણે તમે ક્યારેક ઉંઘી પણ નથી શકતા. આ ઉપરાંત ખરાબ સપનાના કારણે તમારી માનસિક અને ઇમેશનલ હેલ્થ પર પણ અસર થાય છે. કેમ કે આપણે જ્યારે ઉંઘ લઈએ છીએ ત્યારે આપણું બોડી રીફ્રેશ થાય છે. જેને આપણે એમ કહી શકીએ કે કોમ્પ્યુટરને રીબુટ કરવાથી જે રીતે તેના બધા પ્રોગ્રામ રીફ્રેશ થાય છે તેમ બોડીના પણ બધા ફંક્શન રીફ્રેશ થાય છે. પંરતુ આપણું મગજ સતત એક્ટિવ રહીને કામ કરે છે અને આ દરમિયાન પોતાની પાસે જમા થયેલ એકસ્ટ્રા ડેટા પર તે પ્રોસેસ કરે છે.

શા માટે આપણને ખરાબ સપના આવે છે? :-

ખરાબ અને બિહામણા સપના પાછળ ઘણા જુદા જુદા કારણો કામ કરે છે. જેમાં જુદા જુદા ડિસઓર્ડરથી લઈને મેડિકલ ઇશ્યુઝ અને દવાઓ પણ જવાબદાર હોઈ શકે છે. કેટલીક સાઇકોલોજીકલ દવાઓ અને કેટલીક બ્લડ પ્રેશરની દવાઓ પણ આ પાછળ કારણભૂત બની શકે છે. જ્યારે કેટલાક કિસ્સામાં તમારા ભૂતકાળના આઘાતજનક અનુભવો પણ જવાબદાર હોય છે.

જો કોઈ બીમારી હોય તો સારવાર કરો:-

હેલ્થ એક્સપર્ટ સાથે ચર્ચા કરો અને તેમના જણવ્યા મુજબ તમામ ટેસ્ટ કરીને જાણો કે શું તમને કોઈ બીમારી તો નથીને. જો તમારા ખરાબ સપના માટે સ્લીપ એપનિયા, રેમ ડિસઓર્ડર, ચિંતા અથવા ડિપ્રેશન જેવું કોઈ કારણ હોય તો ડોક્ટર સાથે વાતચીત કરો અને ઈલાજ કરાવો.

સ્ટ્રેસ ઓછો કરો:-

મોટાભાગના આરોગ્ય સંબંધિત ઇશ્યુમાં સ્ટ્રેસ મુખ્ય કારણ હોય છે. સ્ટ્રેસના કારણે આપણે ચિંતાતુર બની જઈએ છીએ અને જે ઉંઘ પર અસર કરે છે. આ માટે યોગા, ધ્યાન અને એવી એક્ટિવિટી કરો જે તમારા સ્ટ્રેસને ઓછો કરે અને મનને શાંત કરે.

તમારી સુવાની રીતને ઇમ્પ્રુવ કરો:-

ખરાબ સપના ક્યારેક અધુરી અને અપૂરતી ઉંઘના કારણે પણ આવે છે. આ માટે તમારી ઉંઘ વધુ સારી બને તે માટે લેવામાં આવેલ દરેક પગલા તમને ખરાબ સપનાથી મુક્ત થવા માટે મદદરુપ થાય છે. આ માટે તમારા બેડરુમનું વાતાવરણ રીલેક્સ બનાવો. બેડરુમને ક્લીન અને સુગંધીત બનાવો તેમજ નોર્મલ ટેમ્પરેચર મેન્ટેઇન કરો.

ધ બ્લુ લાઇટ ઇમ્પેક્ટ:-

ઇલેક્ટ્રોનિક ગેજેટ તમારો મોબાઈલ અને લેપટોપ સહિતની ગેજેટમાંથી નીકળથી બ્લુ લાઇટ તમારી નીંદરને ખૂબ અસર કરે છે. જ્યારે પણ સૂવાનો સમય હોય ત્યારે બને ત્યાં સુધી આ બધા ગેજેટથી દૂર રહો.

ઇમેજરી રીહર્સલ ટ્રીટમેન્ટનો સહારો લો:-

આ એક એવી થેરાપી છે જેની મદદથી તમારા બિહામણ સપનાને તમે દૂર કરી શકશો. આ થેરાપીમાં તમે તમારા ખરાબ સપનાઓના અંત વિશે વિચારો છો. માટે જ્યારે તમે જાગતા હોવ ત્યારે ઉંઘમાં આવેલ ખરાબ સપનાના હેપ્પી એન્ડિંગ વિશે ઇમેજીન કરો. જેમ કે જો તમને સપનું આવે કે તમે ક્યાંક ઉંચાઈથી નીચે પડી રહ્યા છો ત્યારે એવી કલ્પના કરો કે તમારી પાસે પેરાશુટ પણ છે અને તે ખુલી જાય છે અને તમે બચી જાવ છો.

કોઈ સાથે વાત કરો:-

બિહામણા અને ખરાબ સપના વિશે મનમાં જ વિચાર કર્યે રાખવાથી આવા સપના ફરી ફરી આવતા રહે છે. આ માટે તમને જેમના પર વિશ્વાસ હોય તેવા વ્યક્તિ સાથે આ સપના અંગે વાતચીત કરો. જેનાથી તમને થોડું સારુ અનુભવશો અને તે વ્યક્તિ તમને સમજીને સાંત્વના આપી શકશે જેથી તમે પોઝિટિવ ફીલ કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here