ખેડૂતે દીકરીની વિદાય કરી હેલિકોપ્ટર માં, ગામવાળાં જોતાં જ રહી ગયા..જુઓ તસવીરો

ઝાંસી શહેરની સરહદે આવેલા મેરી ગામમાં રહેતા ખેડૂતે તેની પુત્રીના લગ્ન એવા ધામધૂમથી કર્યા કે લોકો જોતા જ રહી ગયા હતા. આ લગ્નનું ક્લાઈમેક્સ હેલિકોપ્ટરથી દુલ્હનની વિદાય હતી. મેરી ગામમાં બનેલા હેલિપેડ પરથી હેલિકોપ્ટર ઉપડ્યું હતું અને નજીકના ગામ પાલરમાં હેલિકોપ્ટરમાં વિદા થઈને આવેલી દુલ્હનને જોવા માટે આખું ગામ એકઠું થયુ હતું. આ સ્ટોરી 2018ની છે પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

ત્યાર બાદ કન્યા અને વરરાજા તેમના પિતાનાં ગામ પાલરથી કારમાં ઝાંસી સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ લગ્ન 2018માં થયા હતા, જેમાં એક ખેડૂત પિતાએ તેની પુત્રીની વિદાય હેલિકોપ્ટરમાં કરી હતી.

સૌથી નાની પુત્રીના લગ્ન હતાં..

ઝાંસી જિલ્લાના મેરી ગામના પ્રધાન, રાકેશ યાદવને ત્રણ પુત્રી અને એક પુત્ર હતી. આમાંની બે પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. સૌથી નાની દીકરી દીપિકાના લગ્ન અહીં મેરી ગામમાં થયા હતા. ખેડૂત પરિવાર દ્વારા ઠેર ઠેર સ્વાગતના બેનરો લગાવવામાં આવ્યા હતા.

ખેડૂત રાકેશ યાદવની પુત્રીના લગ્ન સીલારામ યાદવના પુત્ર અભય સાથે થયા હતા. સીતારામ યાદવનો પરિવાર ઝાંસીના બારાગાંવ ગેટની બહારના વિસ્તારમાં લાંબા સમયથી રહે છે. તેનો ભાઈ પલારમાં ગ્રામ પ્રધાન હતો.

હેલિકોપ્ટર બંને ગામો માટે ઉત્સુકતાનો વિષય હતું

લગ્ન સમારોહ ધામધૂમ સાથે યોજાયો હતો. સમારોહમાં બંને પક્ષના લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે કન્યાની વિદાયનો સમય આવ્યો, જેની લોકો રાહ જોઇ રહ્યા હતા. આ વિદાય જોવા માટે મેરી ગામના લોકો એકઠા થયા હતા.

હેલિકોપ્ટરમાં બેસીને દુલ્હા-દુલ્હન અભય અને દીપિકા પલાર માટે રવાના થયા હતા. બીજી તરફ, પલારમાં પણ નવયુગલની આગમન જોરદાર રીતે કરાયુ હતુ. એવું લાગ્યું કે બધા ગામ ત્યાં પહોંચી ગયાં હતા. બધાએ ત્યાં નવા દંપતીનું જોરશોરથી સ્વાગત કર્યું. ગામમાં પૂજા-અર્ચના અને વિધિ બાદ વર-કન્યા કાર દ્વારા ઝાંસી પહોંચ્યા હતા.

સુધાએ કહ્યું કે હેલિકોપ્ટરથી વિદા થવાનું મારું સ્વપ્ન હતું, જે મારા માતાપિતા અને ભાઈએ પૂર્ણ કર્યું. હવે, હું મારા માતાપિતા પાસે જીવનભર કંઈ માંગશ નહીં.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *