સેક્સમાં તો બધાને રસ પડે.. તો પણ દર વખતે સેક્સનું મન થાય એવુ નથી. ઘણા કારણોસર સેક્સને બ્રેક લાગતી હોય છે.
સેક્સ જેવી મજા પણ લોકો અણસમજને કારણે ગુમાવી દેતાં હોય છે. અહીં સેક્સમાં રસ ન પડ્વાના કારણો અને તેના ઉપાયો રજૂ કર્યા છે. ટ્રાય કરી જુઓ..
1.થાક:-
તમે આખા દિવસના થાક્યા-પાક્યા ઘરે પહોંચો છો ત્યારે સેક્સ તમારા માટે સૌથી છેલ્લી વસ્તુ હોય છે. તેની જગ્યાએ ઉંઘ તમારી પ્રાથમિક્તા હોય છે. એ વખતે મજા ન જ આવે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો સૌથી પહેલા એવો વિચાર જ દૂર કરી દો કે સેક્સ ફક્ત રાતે જ કરી શકાય છે. સેક્સ માટેનો બેસ્ટ સમય તો સવારનો છે. બન્નેને પસંદ હોય એવા સમયે પણ સેક્સનો આનંદ લઈ શકાય.
2.તણાવ:-
તણાવ આખા જગતની સમસ્યા છે. તણાવની સ્થિતિમાં સેક્સનો આનંદ લઈ શકાતો નથી. તણાવ તમારા પર હાવી થઈ જાય તો તેની સૌથી મોટી અસર તમારી અંગત લાઇફ પર પણ પડે છે. એ વખતે સ્વભાવ ચીડીયો થઈ જાય છે જેના કારણે બંને વચ્ચે ઇન્ટિમેટ સબંધની સ્થિતિ સુધી પહોંચી શકાતુ નથી.
તણાવ એટલે કે સ્ટ્રેસ દૂર કરવા માટે સૌથી પહેલા તો માનસિક શાંતિની જરૃર છે. બીજો સારો રસ્તો છે કપલે એકબીજને મસાજ કરવું. મસાજ કરવાથી બોડીમાં બ્લડનો પ્રવાહ વધશે અને તેના કારણે સ્ટ્રેસ કુદરતી રીતે જ ઓછો થશે. એ પછીનો આનંદ ધીમે ધીમે સેક્સ તરફ દોરી જશે.
3.ફેન્ટસી-રિઆલિટિ:-
દરેકને એવી કલ્પના હોય કે શ્રેષ્ઠ વ્યક્તિ સાથે સેક્સ માણે. પરંતુ પોતાનું વિજાતિય પાત્ર એવી બોડી ન ધરાવતું હોય ત્યારે સેક્સમાંથી રસ ઉડી જતો હોય છે. ફેન્ટસી અને રિઆલિટી વચ્ચે મેળ બેસતો નથી.
આ સમસ્યા સાઈકોલોજીકલ છે. પુરૂષો કરતા મહિલાઓમાં આ પ્રોબ્લેમ વધુ જોવા મળે છે. આ સ્થિતિમાં વ્યક્તિ પોતાની બોડી અંગે જ ન હોય તેવી એક ઇમેજ બાંધી લે છે. અફકોર્સ, આ ઇમેજ નેગેટીવ જ હોવાની જેના કારણે તે પોતાના જ વિશે લઘુતાગ્રંથીથી પીડાય છે. પણ એ વાત યાદ રાખો કે જેવુ દેખાય એવુ વાસ્તવમાં હોતુ નથી.
સેક્સ સબંધિત કન્ટેન્ટ-વીડિયોમાં દેખાતી ઈમેજ વાસ્તવિક નહીં, ફોટોશોપમાં તૈયાર કરેલી હોય છે. નેચરલ સેક્સ તો પરફેક્શનથી ક્યાંય વધુ અનપરફેક્શનમાં જ વધુ ઉત્તેજનાત્મક બને છે. તમારા સાથીને ટર્ન ઓન કરવા માટે સૌથી મોટી વસ્તુ એ જ છે કે તમે તમારા બોડીને કેટલા આત્મવિશ્વાસથી ફીલ કરો. એ પછી ફેન્ટસી રિઆલિટીમાં ફેરવાઈ જશે.
4.મોનોટોની:-
કોઈપણ વસ્તુને એકધારી અને એકરીતે જ કરવાથી તમને ચોક્કસ કંટાળો અનુભવાશે, મોનોટોની આવી જશે. ક્યારેક આ એકધારાપણાના કારણે સેક્સ પ્રત્યે કંટાળો આવવા લાગે છે. મોનોટોનીમાંથી છૂટવાનો એક જ રસ્તો છે.
નવી નવી પોઝિશન ટ્રાય કરો. તમારા પાર્ટનરને સરપ્રાઇઝ આપો. આવા બધા ઉપાયો સેક્સને કંટાળાજનક બનતું અટકાવશે.