આજે મોટાભાગના લોકોને પેટની અંદર એસીડીટી અને ગેસની સમસ્યા થતી હોય છે. જેની પાછળનું કારણ આજની ખાણીપીણી છે. સામાન્ય લાગતી આ સમયસ્યા એક રીતે ઘણી ગંભીર પણ છે. તેને દૂર કરવા માટે આપણે કેટલીક દવાઓ પણ લેતા હોઈએ છીએ. પરંતુ આજે તમને ઘરેલુ ઉપાય દ્વારા ગેસ અને એસીડીટી કેવી રીતે દૂર થાય તે જણાવીશું.

લીંબુ અને ખાવનો સોડા:
તમને જયારે પેટમાં ગેસ થયો હોય તેમ લાગે ત્યારે એક ચમચી ખાવાના સોડાની અંદર એકે લીંબુનો રસ ઉમેરી ખાલી પેટ હોય ત્યારે પી જવું, તમારો ગેસ તરત દૂર થઇ જશે. આ ઉપરાંત તમે જો અડધા લીંબુ ઉપર ખાવાનો સોડા મૂકી તેને સીધું જ ચૂસી જાવ છો તો પણ તમને સારી રાહત મળશે.

આદુ:
આદુ ગેસ માટે ખુબ જ લાભકારક છે. દેશી ઘીની અંદર આદુનો એક ટુકડો શેકી તેની ઉપર સહજ કાળું મીઠું ભભરાવી પેટમાં ગેસ થાય ત્યારે ખાવામાં આવે ત્યારે તે સારી રાહત આપે છે. આદુવાળી ચાથી પણ ગેસની સમસ્યામાં રાહત મળે છે.

કાળા મરી:
કાળા મરી પણ ગેસની સમસ્યાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે. મરી શરીરની પાચન ક્ષમતાને વધારે છે. દૂધની અંદર જો કાળા મરીનો પાવડર નાખી પીવામાં આવે તો સારી રાહત મળે છે.

હિંગ:
હિંગનો ઉપયોગ સ્વાદિષ્ટ જમવાનનું બનાવવા માટે થતો હોય છે પરંતુ હિંગ ગેસ દૂર કરવામાં પણ ખુબ જ ફાયદાકારક છે. તમને જયારે ગેસ થાય ત્યારે એક કપ ગરમ પાણીની અંદર એક ચમચી હિંગ નાખી પી જવું. દિવસમાં બે ત્રણવાર આ રીતે હિંગ અને ગરમ પાણી પીવામાં આવે તો ગેસની સમસ્યા ઉદભવતી નથી.

લસણ:
લસણ સ્વસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ઘણા બધા લાભ આપે છે તો સાથે તે ગેસની સમસ્યામાંથી પણ કાયમી છુટકારો અપાવી શકે છે. લસણ, જીરું અને સુક્કા ધાણાને ઉકાળી દિવસમાં બે  ત્રણવાર પીવામાં આવે તો ગેસની સમસ્યાથી છુટકારો મળી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here