જ્યારે પરિવાર કોઈ સ્ત્રી ગર્ભવતી બને છે ત્યારે માત્ર એક સ્ત્રી જ નહીં પણ આખો પરિવાર તેની સાથે આ લાગણીને અનુભવી છે. અને તેની સાથે આખા પરિવારમાં ખુશી સમાઈ જાય છે. પરિવારમાં એક નવા સભ્યના આગમન માટેની તૈયારીઓ થવા માંડે છે અને પરિવારના દરેક સભ્ય સગર્ભા માતાને પુરી કાળજી રાખવાની સાથે સાથે કેટલીક સોનેરી સલાહો પણ આપતા હોય છે.

જે માતા અને બાળક બંને માટે ખૂબ અગત્યની નીવડે છે. પરંતુ કેટલીક તકલીફો સગર્ભા માતાને ભોગવવી પડતી હોય છે.જેમકે ગર્ભધારણ કર્યા બાદ ચામડી ખેંચાય છે અને સ્ટ્રેચ માર્ક પડી જતા હોય છે. કોઇ પણ સ્ત્રીને તેની સ્કીન ખૂબ જ વ્હાલી હોય છે અને સ્ટ્રેચમાર્કને હટાવવા માટે તે પૂર્ણ રીતે પ્રયત્નો કરે છે. પરંતુ સમયની સાથે જ જો તેની કાળજી લઈને કેટલીક તેને દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે ઘરગથ્થુ ઉપાયોથી સ્ટ્રેચ માર્ક દૂર કરી શકાય.

હલ્દી-ચંદન

હળદર આપણા શરીર માટે ખૂબ જ લાભદાયી છે. હળદર અને ચંદનને મિક્સ કરો અને પાણી નાંખી પેસ્ટ બનાવી લો, હવે આ પેસ્ટને સ્ટ્રેચમાર્ક પર લગાવીને છોડી દો. બાદમાં તેને નવશેકા પાણીથી ધોઇ લો. થોડા અઠવાડીયામાં જ તમે લાભ જોઇ શકશો.

વિટામિન -ઇ

સ્ટ્રેચ માર્ક્સવાળા ભાગ પર દરરોજ 5 થી 10 મિનિટ માટે વિટામિન-ઈના તેલની માલિશ કરો. આ કેપ્સૂલનું તેલ કાઢીને તેમાં કોઈ મોઈશ્ચરાઈઝર મિક્સ કરી સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. તેને તમે દરરોજ લગાવો. ધીરે-ધીરે સ્ટ્રેચ માર્કસ ઓછા થવા લાગશે.

એલોવેરા જેલ

એલોવેરા જેલ સ્કિનને ડેમજ થવાથી બચાવે છે અને સ્ટ્રેચ માર્ક્સને ઓછા કરે છે. એલોવેરા જેલને સીધી સ્કિન પર લગાવો અને લગભગ 15 મિનિટ માટે લાગેલુ રહેવા દો. બાદમાં નવશેકા પાણીથી ધોઈ લો. જો તમે નિયમિત રૂપથી તેનો વપરાશ કરશો તો સ્ટ્રેચ માર્ક્સનની સમસ્યા દૂર થઈ જશે.

ઇંડાનો સફેદ ભાગ

સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવા માટે ઈંડાનો સફેદ ભાગ ખૂબ જ ફાયદાકારક હોય છે. સૌ પ્રથમ ઈંડાના સફેદ ભાગથી ઈંડાની જર્દીને અલગ કરી લો. ત્યારબાદ એગ વ્હાઈટને સીધા સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે છોડી દો અને નવશેકા પણીથી ધોઈ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here