જ્યારે પણ આપણે થાકીને ઘરે જઈએ ત્યારે હંમેશા થાક ઉતારવા માટે આપણે ગરમ પાણીમાં સ્નાન કરવાનું વિચારીએ છીએ. ગરમ પાણીથી સ્નાન કરવાથી થાક તો ઊતરી જાય છે, તેની સાથે જ તાજગી પણ અનુભવાય છે.

શરીર માટે ગરમ પાણી ફાયદાકારક છે, પરંતુ વાળ માટે ગરમ પાણી ખૂબ નુકસાનકારક છે. ગરમ પાણીથી વાળને ધોવાથી વાળ તૂટવાની સંભાવના વધી જાય છે. એનાથી બચવા આટલું ધ્યાન રાખો…

ગરમ પાણીથી વાળ બહુ ખરે છે, કારણકે ગરમ પાણી માથાનાં છિદ્રોને ખોલી નાંખે છે. પરિણામે વાળનાં મૂળ ઉપર પકડ ઢીલી પડી જતાં તે નબળા પડી જાય છે. નબળા મૂળવાળા વાળ વધુ પ્રમાણમાં ખરી પડે છે.

વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા હોય છે. દરેક પ્રોટીન ચોક્કસ પ્રમાણમાં ગરમી સહન કરી શકે છે. તેને વધારે ગરમ પાણી અડે તો તેનું રાસાયણિક બંધારણ બદલાઈ શકે. પરિણામે વાળનાં રૃપરંગ ફરી જાય છે.

શેમ્પૂ અને ગરમ પાણીનું મિક્સિંગ ખરાબ પરિણામ આપે છે. શેમ્પૂમાં રસાયણો હોય છે. રસાયણો ગરમીથી વધુ ઉત્તેજિત થાય છે. એટલે જો તમે ગરમ પાણી અને શેમ્પૂનો ઉપયોગ કરશે તો વાળને નુકસાન થશે.

માટે ગમે તેવી ઠંડી હોય તો પણ વાળ ધોવા માટે સામાન્ય હૂંફાળું પાણી જ વાપરો. વાળ ધોયા પછી કન્ડિશન કરો. કંડિશનર વાપર્યા પછી વાળને ઠંડા પાણીથી જ ધૂઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here