હમેશા ફિટ રહેવા માટે ખાવાનું ખાધા પછી ઓછામાં ઓછુ 15 મિનિટ જરૂર ચાલવું જોઈએ, તેનાથી વજન પણ ઓછો થશે અને બિમારીઓથી પણ દુર રહેશો. ઘણી વખત તમે જોયું હશે લોકો ચાલતા હોય છે, અને ચાલવાના ફાયદા વિશે પણ સાંભળ્યુ હશે. પરંતુ વોક કરવાના અમુક એવા ફાયદા છે, જેને જાણી તમે પણ દરરોજ ચાલવાનું શરૂ કરી દેશો.

ઘણા લોકોને ખાધા પછી સીધુ સુવાની ટેવ હોય છે, પરંતુ શું તમને ખબર છે, આ આદતના કારણે તમે તમારા શરીરમાં અનેક બીમારીઓને આમંત્રણ આપો છો, શરીરને ફિટ રાખવા માટે હેલ્દી ખાવાનું જેટલું જરૂરી છે. એટલું જ જરૂરી છે તે ખોરાકને આખા શરીરમાં પહોંચાડવું, એટલા માટે જમ્યા પછી થોડીવાર ચાલવાની સલાહ આપવામાં આવે છે. તેનાથી આપનું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે,

આ ઉપરાંત રોજ ખાવાનું ખાધા પછી 15 થી 20 મિનીટ ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે, જો તમે હાલની સ્થિતીમાં ઘરેથી બહાર ન જઈ શકતા હો તો તમે પોતાના ઘરની અંદર, બાલકની અથવા છત પર પણ વોક કરી શકો છે, દરરોજ આ રૂટીનને ફોલો કરવાથી તમારો વજન કંટ્રોલ રહે છે. તો ચાલો જાણીએ જમ્યા પછી ચાલવાના ફાયદા અને કેટલો સમય ચાલવું જોઈએ.

જમ્યા પછી ચાલવાના ફાયદા

1 જમ્યા પછી તેની પચવાની ક્રિયા ખુબ ધીમી હોય છે, પરંતુ રોજ જમ્યા પછી ચાલવાથી પાચન ક્રિયા તેજ થઈ જાય છે, અને ખાવાનું જલ્દી પચી જાય છે.
2 જમ્યા પછી રોજ લગભગ 20 થી 30 મિનીટ ચાલવાથી વજન ઓછો થાય છે, પાતળુ થવાનો આ સૌથી સરળ રસ્તો છે.
3 જમ્યા પછી ચાલવાથી કબજીયાત, ગેસ અને પેટની તકલીફ નહી થાય, આ ઉપરાંત ચાલવાથી મેટાબોલિજ્મ મજબુત થાય છે, જેનાથી શરીરને ઉર્જા મળે છે.
4 ઘણી વખત લોકોને કોઈ તણાવના કારણે રાત્રે ઉંઘ આવતી નથી, પરંતુ જમ્યા પછી ચાલવાથી તણાવ ઓછો થાય છે, અને સારી ઊંઘ આવે છે.
5 જમ્યા બાદ ચાલવાથી આપણા શરીરના દરેક અંગ અને માસપેશિઓ સારી રીતે કામ કરે છે. તેનાથી બ્લડ સર્કુલેશન સારી રીતે કામ કરે છે.
6 ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓને પણ જમ્યા પછી થોડીવાર ચાલવાની સલાહ આપવામાં આવે છે, તેનાથી બ્લડ શુગર ઓછુ થાય છે.

કેટલી વાર ચાલવું જોઈએ ?

જમ્યા પછી રોજ ઓછામાં ઓછુ 15 થી 20 મિનીટ ચાલવું જોઈએ, જો તમારી પાસે વધારે સમય હોય તો તમે વધારે ચાલી શકો છો, પરંતુ ધ્યાન રહે કે, જમ્યા પછી એક કલાકની અંદર જ ચાલવાનું છે, તમે ઘરની અંદર અથવા બાહર ગમે ત્યા વોક કરી શકો છો.

કઈ વાતોનું રાખશો ધ્યાન

જમ્યા પછી ચાલતી વખતે તમારે થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે, જેમાં તમારે માત્ર ચાલવાનું છે અને તે પણ ધીમી ગતિએ, જો તમે ઝડપથી ચાલસો તો તેનાથી પાચનતંત્ર બગડી શકે છે, તમારે જમ્યા પછી કોઈ હાર્ડ એક્સરસાઈઝ પણ કરવાની નથી, જો તમારે જલ્દી જ વજન ઘટાડવો છે. તો માત્ર ચાલવું પુરતુ નથી, તેના માટે તમારે તમારી ડાઈટનું પણ ધ્યાન રાખવું પડશે, એવો ખોરાક લેવો પડશે જેનાથી તમારો વજન ઓછો થઈ શકે, સાથે જ વર્કઆઉટ કરવું પણ ખુબ જ જરૂરી છે, પરંતુ ફિટનેસ માટે જમ્યા પછી માત્ર ચાલવું પુરતુ છે. પ્રયત્ન કરવો કે અઠવાડિયામાં ઓછામાં ઓછુ પાંચ વાર 30 મિનીટ સુધી ચાલવું. જેથી તમે હંમેશા ફિટ રહેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here