ગરમી આવી ગઈ એટલે લોકો વધારે બરફનો ઉપયોગ કરવા લાગે. લગભગ બધા ને જ બરફ સારો લાગે. જનરલી ઉનાળામાં આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખબર છે ઠંડક મેળવવા સિવાય પણ આનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

*  જો વારંવાર ઉલટી થતી હોય તો બરફ મોઢામાં નાખી ચગળવાથી આ સમસ્યા બંધ થશે.

*  જે જગ્યાએ છાલા પડી જાય ત્યાં ક્યારેક સોજો પણ આવી જાય છે. આ છાલામાં બરફ ઘસવાથી સોજો દુર થશે અને છાલા માં બળતરા દુર થઇ ઠંડક મળશે.

*  જયારે ખીલ લોકો નીકળે ત્યારે બરફના ટુકડા કરી ઘસવાથી તે દુર થશે.

*  હેડકી વારંવાર આવે ત્યારે મોઢામાં બરફનો ટુકડો નાખી ચગળવો. તથા નાભી પર બરફ રાખવાથી પણ આરામ મળશે.

*  નસકોરી ફૂટે ત્યારે બરફના ટુકડાને માથે રાખવા. આનાથી નાકમાં નસકોરી નહિ ફૂટે. મોટાભાગે ઉનાળામાં વધુ તડકાને કારણે લોકોને આવું થાય છે.

*  ચહેરા પર બરફ લગાવવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે. ફેસ પર આઈસ ક્યુબ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન જળવાઈ રહે છે. જે ચહેરો ચમકાવવા લાભદાયી છે. ઉપરાંત ચહેરા પર બરફ લગાવવાથી તમે તાજગી પણ મહેસુસ કરશો.

*  આઈસ ક્યુબ આંખો ની આજુબાજુ પડેલ કાળા કુંડાળા ને પણ મટાડે છે.

*  છોકરીઓ જયારે હાથમાં વેક્સ કરાવે કે આઇબ્રો કરાવે ત્યારે ત્વચાનો તે ભાગ લાલ થઇ જાય છે. આવા સમયે બરફ ઘસવાથી તે સમસ્યા દુર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here