પાકિસ્તાનમાં એક એવો વિસ્તાર છે જ્યાં મહિલાઓને અલગ જ પ્રકારની છૂટ મળી છે. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના બોર્ડર નજીક એક વિસ્તાર છે, જ્યાં રહેનાર મહિલાઓને ભરપૂર આઝાદી મળી છે.
અહીં મહિલાઓ બીજો પુરુષ પસંદ આવવા પર પોતાની પહેલા લગ્નને તોડી નાંખે છે.આમ તો પાકિસ્તાનની મહિલાઓ ખૂબ જ ખુબસુરત હોય છે અને હંમેશા કાળા બુર્ખામાં જ રહે છે.
પરંતુ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની બોર્ડરની પાસે રહેનાર મહિલાઓ ખુબસુરત હોવાની સાથે બહુ જ બિન્દાસ હોય છેકલાશા સમુદાયની મહિલાઓને ભરપૂર આઝાદી મળી છે. અહીં મહિલાઓ બુર્ખા નહીં પરંતુ કલરફુલ કપડા પહેરે છે.
તે પોતાનો નિર્ણય પોતે જ લે છે અને લગ્ન પણ પોતાની મરજીથી જ કરે છે.આ વિસ્તારની જનસંખ્યા બહુ જ ઓછી છે. અહીં પર લગભગ 4 હજાર લોકો જ રહે છે. પરંતુ અહીંની ઘણી અજીબ પરંપરા જોઈને આ વિસ્તાર ઘણો ફેમસ છે.
પોતાની પસંદ સાથે લગ્ન કર્યા પછી પણ અહીંની મહિલાઓને જો કોઈ બીજો પુરુષ પસંદ આવી જાય તો તે પોતાના લગ્ન તોડી નાંખે છે. અહીં કોઈ મહિલાને કોઈ બીજા પુરુષની સંબંધ બાંધવાની અનુમતિ છે.
અહીં પર તહેવારમાં મહિલાઓ અને પુરુષો બધા સાથે મળીને શરાબ પીવે છે. અફઘાન અને પાકિસ્તાન બોર્ડર પર હોવાના કારણથી ખાસ અહીંના લોકો અસ્ત્ર-શસ્ત્ર અને બંદુકો પણ રાખે છે.
અહીંની મહિલાઓ એન્ડવાસ હોવાની સાથે જ બહારનું કામ પણ કરે છે. ઘર પર તે પર્સ અને રંગીન માળાઓ બનાવે છે અને તેને વેચવાનું કામ પુરુષોનું હોય છે. અહીંની મહિલાઓ ઘેટાં-બકરા ચારવા માટે પહાડો પર પણ જાય છે.અહીંની મહિલાઓ સજવા-ધજવાની શોખીન હોય છે.
મહિલાઓ માથા પર ખાસ રંગની ટોપી અને ગળામાં રંગીન માળાઓ પહેરે છે.કલાશા સમુદાયની પરંપરા અન્ય જાતીઓ અને સમુદાયથી અલગ છે. અહીં પર કોઈના મોત પર દુ:ખ નહીં પરંતુ ખુશી મનાવામાં આવે છે.
ક્રિયાકર્મ દરમિયાન લોકો નાચતા-ગાતાં જાય છે. તે માને છે કે કોઈ ઉપરવાળાની મર્જીથી અહીં આવ્યા અને હવે પાછા તેની પાસે જ જતા રહ્યા.એક તરફ આ સમુદાયના લોકો મહિલાઓને આઝાદી આપે છે,
તો બીજી તરફ પીરિયડ્સ દરમિયાન તેને ઘરથી બહાર રહેવા માટે મજબુર કરવામાં આવે છે. લોકોની એવી માન્યતા છે કે આ દરમિયાન મહિલાઓને ઘરમાં રહેવા કે પરિવારના લોકોને અડવા પર ઈશ્વર નારાજ થઈ જાય છે અને આનાથી હોનારત કે અકાળ જેવી હાલત થઈ શકે છે.
વર્ષ 2018માં પહેલીવાર કલાશા જનજાતિને પાકિસ્તાનની જનગણના દરમિયાન અલગ સમુદાય માનવામાં આવ્યો હતો.
કલાશા સમુદાય ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં ચિત્રાલ ઘાટીના બામ્બુરાતે, બિરીર અને રામબુર ક્ષેત્રમાં રહે છે. અબીંના લોકો માટી, લાકડી અને કીચડથી બનેલાં નાના-નાના ઘરોમાં રહે છે..