વ્યક્તિ 60ને પાર પહોંચે તે પછી તેની રોગપ્રતિરોધક ક્ષમતા ઘટવા લાગે છે. ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ શરુ થઇ જાય છે. આવા સંજોગોમા જરુરી છે કે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને વ્યક્તિ વધતી ઉંમરમા પણ ફિટ રહે. ડાયાબિટીસ, હ્રદયરોગ અને બ્લડપ્રેશરના દર્દી હોય તો ડોક્ટરની સલાહ અનુસાર ઇલાજ કરવો જોઇએ.

પુરતી ઉંઘ સૌથી પહેલા જરુરી
આરોગ્ય માટે પર્યાપ્ત ઉંઘ જરુરી છે. ઉઁઘની કમીથી શરીર કાર્ટિસોલ હોર્મોનનું નિર્માણ કરે છે. તે ત્વચાની કોશિકાઓને તોડતા હોર્મોન છે. પર્યાપ્ત ઉંઘ લેવાથી હ્યુમન ગ્રોથ હોર્મોન બને છે. જે ત્વચાને સ્વસ્થ રાખે છે. ચહેરા પર કરચલીઓની સમસ્યા ઘટે છે. સુવા અને જાગવામાં નિયમિતતા જાળવો. સુતી વખતે ચા કોફીનુ સેવન ન કરો.

યોગ-વ્યાયામ અને ધ્યાન કરો
કસરત, યોગ અને ધ્યાનને આદત બનાવો. ચુસ્ત-દુરસ્ત રહી શકશો. વોકિંગ, રનિંગ, સ્વીમીંગ અને સાઇકલિંગ કરો. યોગ શરીરની સાથે મન અને મગજને પણ સ્વસ્થ રાખે છે. તેનાથી માંસપેશીઓ અને હાડકા મજબુત રહે છે. હ્રદયને સ્વસ્થ રાખે છે અને રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે.

ઘટે છે મેટોબોલિઝમ
60 બાદ વ્યક્તિએ ફિટ રહેવુ હોય તો પોષક વસ્તુઓનું સેવન કરવુ જોઇએ. તાજા ફળ, શાકભાજીમાં ફાઇબર અને મિનરલ્સ હોય છે. તેમાં વિટામીન બી હોય છે જે એનર્જી વધારનાર એન્ઝાઇમ બનાવે છે. આ રીતે જે ખાદ્યપદાર્થોમાં ઓમેગા-થ્રી ફેટી એસિડ હોય છે તે હ્રદયને સ્વસ્થ રાખે છે. લીલા શાકભાજી આંખોને સ્વસ્થ રાખે છે. ઉંમર વધવાની સાથે સાથે મેટાબોલિઝમ દર ધીમો થઇ જાય છે. તેથી પ્રોસેસ્ડ અને તળેલા ભોજનથી દુર રહેવુ જોઇએ. ભોજનમાં મીઠા અને ખાંડનો પ્રયોગ ઓછો કરો.

તણાવ ઘટશે અને આરોગ્ય વધશે
જુના મિત્રો અને નવા લોકોને મળવા તેમજ તેમની સાથે ગપશપ કરવાથી હોર્મોન સંતુલિત રહે છે. દિવસમાં બે વાર બ્રશ કરો તેનાથી દાંતની સમસ્યા ઓછી થશે. સુતા પહેલા ગળ્યુ ખાવાથી બચો. વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓનુ કારણ છે સનએક્સપોઝર. ખુબ જ તડકો હોય તોઘરમાંથી બહાર ન નીકળો. જવાનુ જરુરી હોય તો સ્કાર્ફ, ચશ્મા અને સનસ્ક્રીન લોશન લગાવીને જાવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here