જો તમે પણ તમારા વાળ લાંબા, આકર્ષક અને ઘાટા બનાવવા ઈચ્છતા હોવ તો અજમાવો આ કુંવારપાઠાનો ચમત્કારીક પ્રયોગ !

મિત્રો , દરેક સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે તેના વાળ કાળા , ઘાટા અને આકર્ષક દેખાય પરંતુ , વર્તમાન સમય માં વાતાવરણ એટલું દૂષિત બની ગયું છે કે ધૂળ અને માટી અથવા તો કેમિકલયુકત સૌંદર્ય પ્રસાધનો નો ઉપયોગ કરવાથી વાળ શુષ્ક બની જાય છે

અને વાળ સાથે સંકળાયેલી અનેક પ્રકાર ની સમસ્યાઓ ઉદભવે છે. જો તમે વાળ ની યોગ્ય સાર-સંભાળ ના રાખો તો વાળ નો નિખાર ચાલ્યો જાય છે.

જો તમે તમારા વાળ ને સુંદર તથા આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો તમારે અમુક પ્રકાર ના ખાસ તત્વો નો ઉપયોગ કરવો પડે છે. વાળ ની યોગ્ય સાર-સંભાળ રાખવા માટે કુંવારપાઠા એટલે કે કુંવારપાઠા ને અત્યંત શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

કુંવારપાઠા માં ભરપૂર પ્રમાણ માં એમિનો એસિડ અને પ્રોટેલાઈટિક એન્ઝાઈમ સમાવિષ્ટ હોય છે જે તમારા વાળ ને સુંદર તથા આકર્ષક બનાવવા માં સહાયરૂપ થશે. કુંવારપાઠા તમારા વાળ ને જડમૂળ થી મજબૂત બનાવે છે.

કુંવારપાઠા માં સમાવિષ્ટ એન્ટિસેપ્ટિક તથા એન્ટિફંગલ ગુણતત્વો માથામાં ખોળા ની સમસ્યા ને ઉદભવવા દેતું નથી. કુંવારપાઠા નો ઉપયોગ કરીને તમે તમારા વાળ સાથે સંકળાયેલી ગમે તેવી જટિલ સમસ્યા નું સરળતાથી નિદાન કરી શકો.

જેમકે , વાળ ખરી જવા , વાળ શુષ્ક પડી જવા , અકાળે વાળ સફેદ થઈ જવા , વાળમાં ખોળા ની સમસ્યા , ટાલ પડી જવી વગેરે નું નિદાન કુંવારપાઠા દ્વારા થઈ શકે છે.

કુંવારપાઠા એ વાળ માં શેમ્પુ નું કાર્ય કરે છે. જો તમે એક માસ માં બે વાર કુંવારપાઠા નું જેલ વાળ પર લગાવો તો તમે કયારેય પણ વાળ સાથે સંકળાયેલી સમસ્યા થી પીડાશો નહી.

માર્કેટ માં ઉપલબ્ધ સૌંદર્ય સંસાધનો નો ઉપયોગ કરવાને બદલે તમે આ દેશી પ્રાકૃતિક કુંવારપાઠા નો ઉપયોગ કરો તો તમારા વાળ ને કોઈપણ પ્રકાર ની હાનિ પહોંચતી નથી.

આ સાથે તેના ઉપયોગ થી તમારા વાળ વધુ કાળા , લાંબા અને આકર્ષક બને છે તથા તમારા વાળ ના ગ્રોથ માં પણ વૃદ્ધિ થાય છે.

આ સાથે જો તમે કુંવારપાઠા યુકત કંડીશનર નો પણ ઉપયોગ કરો તો તમારા વાળ વધુ પડતા સિલ્કી અને ચમકદાર બને છે.

આ ઉપરાંત એક પાત્ર માં કુંવારપાઠા અને કોકોનટ ઓઈલ ને સપ્રમાણ ભાગ માં લ્યો અને તેને વ્યવસ્થિત રીતે મિકસ કરો. આ મિશ્રણ ને વાળ ના મૂળ થી લઈને છેડા સુધી લગાવવું અને માથા ની હળવી મસાજ કરવી.

વાળના જે છેડા ખરાબ હોય ત્યાં વિશેષ ધ્યાન આપવું. આ મિશ્રણ લગાવી ને ૧ કલાક સુધી તેને લગાવેલું રાખવું ત્યાર બાદ વાળ ને વોશ કરી લેવા.

જેથી વાળ મજબૂત , મુલાયમ અને બાઉન્સી બની જાય. આ ચમત્કારીક મિશ્રણ તમારા વાળ ને આવશ્યક નમી આપશે અને તમને વાળ ટ્રીમ કરવાની ઝંઝટ માંથી મુક્તિ અપાવશે.

જો તમે પણ તમારા વાળ ને સુરક્ષિત રાખવા ઈચ્છતા હોવ તો બજાર માં મળતા આ કેમિકલયુકત પ્રોડકટસ નો ઉપયોગ છોડી અને પ્રાકૃતિક રીતે પોષણ આપતાં આ કુંવારપાઠા ના ઉપયોગ શરૂ કરી દયો.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *