સિરિયલનો લોકો પર ખુબ જ પ્રભાવ પડે છે. તે પછી જ્યારે સાસુ વહુને તો સિરિયલમાં બતાવે તેવી જ રીતે રહેવું હોય છે.TV ઉપર જેટલી પણ ડેલી સોપ વાળા શો આવે છે, તેમાં એક સંસ્કારી વહુ જરૂર જોવા મળે છે.
આ શોમાં મહિલાઓ હંમેશા સાડી કે સલવાર સુટ અને ભારતીય પારંપરિક ઘરેણાથી સજી ધજેલી જોવા મળે છે.
ઘણા લોકો તો ટીવી ઉપર દેખાતી વહુને સંસ્કારીનું ઉદાહરણ પણ આપે છે. આમ તો જયારે તમે ટીવીની આ વહુઓની રીયલ લાઈફમાં જોશો તો તમે ચોંકી જ જશો.
જોવા જઈએ તો વાસ્તવિક જીવનમાં આ વહુઓ જરાપણ સંસ્કારી નથી. પરંતુ તે તો ઘણી બોલ્ડ, મોર્ડન અને સ્ટાઇલીશ છે.
સોનારિકા ભદોરિયા
સોનારિકાએ ભગવાન દેવ… મહાદેવમાં પાર્વતીની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ સાથે તેણે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને પાળતુ પ્રાણી સાથે ખુબ જ લગાવ છે.
રતિ પાંડે
રતિ લોકો માટે જાણીતો ચહેરો બની ગઇ છે. તેણે વર્ષ 2011માં આઇડિયા જી સિનેસ્ટાર્સ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ ઘણી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળી.
આમ્રપાલી ગુપ્તા
ટીવી પર વિલનની ભૂમિકામાં પણ લોકોપ્રિયતા મેળવનાર આ જાણીતી અદાકાર બની છે. બહુ બેગમ નામની સિરિયલમાં તેના સુરૈયા અસગર મિર્ઝાના પાત્રના ખુબ જ વખાણ થયા હતા.
શ્રદ્ધા આર્યા
‘India’s Best Cinestars Ki Khoj’ થી પોતાના કરિયરની શરુઆત કરી હતી. શ્રદ્ધાએ ઘણી ધારાવાહિકમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટીવી ઉપરાંત તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
રિયા શર્મા
2014માં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ…થી ટીવી કરિયરને આગળ ધપાવી રહી છે. રિયાને ડાન્સ અને વાંચવાનું ખુબ જ પસંદ છે.
એરિકા ફર્નાડિસ
એરિકાએ બાન્દ્રાની સેન્ટ એન્ડ્ર્યુ કોલેજમાં બી.એ.માં એડમિશન લીધું છે. પરંતુ મોડેલિંગમાં રસ હોવાને કારણે તેણે ભણવાનું અધવચ્ચે જ છોડી દીધું. ‘કસૌટી’માં પ્રેરણા ભજવનારી એરિકાને ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનમાં વધુ રસ છે.
મોનાલિસા
મોનાલિસને ટીવી પર મોહના નામની ભૂમિકા ભજવી રહી છે. મોનાલિસાનું ભોજપુરી સિનેમામાં જાણીતુ નામ છે. તે સાથે તેણે તમિલ, કન્નડ અને તેલગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. પોપ્યુલર થતા પહેલા તે એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી.
સુકીર્તિ કાંડપાલ
સુકીર્તિએ 19 વર્ષની વયે અભિનયની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે ટીવી પર ઘણી સિરિયલમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. આ સાથે તે સર્વોદય મહિલા સશક્તિકરણ માટે પણ કાર્ય કરે છે.
હિના ખાન
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ની લીડ એક્ટ્રેસ હવે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. બિગ બોસ 11 માં સફળ ઇનિંગ રમ્યા બાદ તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. તે યોગ અને વર્કઆઉટ્સને ખૂબ પ્રોત્સાહન આપે છે.
સુરભી ચંદ્રા
સુરભી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જોવા મળી હતી, પરંતુ તેને રીઅલ પોપ્યુલિટિ’ ઇશ્કબાઝ’થી અનિકા ત્રિવેદીનો રોલથી મળી. એમબીએની ડિગ્રી મેળવનાર સુરભી ઝુમ્બા કરવાનું પસંદ કરે છે.
સુરભી જ્યોતિ
કબુલ હૈ’માં ઝોયાની ભૂમિકાથી ખુબ જ લોકપ્રિયતા મેળવી હતી. સુરભીએ તેની કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મોથી કરી હતી. અભિનયની શરૂઆત કરતા પહેલા તે એક શિક્ષક અને આરજે બનવા માંગતી હતી.
ઐશ્વર્યા સખુજા
ઐશ્વર્યા એક્ટિંગ પહેલા મોડેલિંગ કરતી હતી. તે 2006 માં મિસ ઈન્ડિયાની ફાઇનલમાં પહોંચી હતી. આ સિવાય તેણે ‘હેલો કોન, પહેચાન કોન?’
શો 2008-09 ની વચ્ચે હોસ્ટ પણ કર્યો હતો. તે સાથે સાસ બિના સસુરાલ નામની ધારાવાહિકમાં મુખ્ય પાત્રમાં જોવા મળી હતી.
અદિતિ ગુપ્તા
અદિતિ એ ટીવીનો જાણીતો ચહેરો છે અને તેણે કબુલ હૈમાં ઉત્તમ પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત તે યુ ટ્યુબ વીડિયો પણ બનાવે છે.
રૂબીના દિલૈક
ટીવી પર છોટી બહુની ભૂમિકા ભજવીને રૂબીનાએ લોકોને પોતાના ચાહક બનાવી લીધા હતા. આ સાથે તેમણે ‘શક્તિ અસ્તિત્વ કી અહેસાસ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે તે ટીવીનો લોકપ્રિય ચહેરો છે.
હિબા નવાબ
તાજેતરમાં જ હિબાએ ‘જીજા જી છટ પર હૈં’ માટે બેસ્ટ કોમિક એક્ટ્રેસનો ઇન્ડિયન ટેલી એવોર્ડ જીત્યો હતો. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે, તેણે ‘શુંહહહ … ફિર કોઈ હૈ’ અને ‘સાત ફેરે’માં કામ કર્યું છે. તેની માતા તેની બેસ્ટી છે અને તે ગીત ગાવાનું પસંદ કરે છે.