ઘણા એવા ક્રિકેટર્સ છે, જેમણે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કરી લીધા હોય.તેમાં હાલના કેપ્ટન વિરાટ કોહલી, ફાસ્ટ બોલર ઝહિર ખાન, સ્પિનર હરભજન સિંહ અને પૂર્વ ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી શામેલ છે.
આ બધા ક્રિકેટર્સે બોલિવૂડ સ્ટાર્સને ડેટ કર્યું અને તેમની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આજનાં આર્ટીકલમાં તે ક્રિકેટર વિશે અમે તમને જણાવીશું, જેમણે પ્રીતિ ઝિન્ટા થી લઈને મિનિષા લાંબા જેવી અભિનેત્રીઓને ડેટ કર્યું હતું.
હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટ ટીમના હરફનમૌલા ખેલાડી યુવરાજ સિંહ વિશે.
તેમણે ઘણી એક્ટ્રેસને પોતાના પ્રેમમાં પાગલ બનાવી રાખી હતી. યુવરાજસિંહ સૌથી વધારે ૭ બોલિવૂડ અભિનેત્રીઓને ડેટ કરી ચુક્યા છે. તો ચાલો જાણીએ કે આખરે તે સાથે અભિનેત્રીઓ કઈ છે શું થયું.
કિમ શર્મા
અભિનેત્રી કિમ શર્મા એક્રિકેટર યુવરાજ સિંહ અને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. આ કપલ પોતાના રિલેશનશિપને લઈને અવાર-નવાર ચર્ચામાં રહેતું હતું. આ બંનેએ ૪ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું અને પછી અલગ થઈ ગયા.
જણાવવામાં આવે છે કે કિમ શર્મા ખૂબ જ અબ્યુંસિવ નેચરની હતી, જેના કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે હવે તે બંને ખૂબ જ સારા મિત્ર છે અને આજે પણ એકબીજા સાથે વાત કરે છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ અને યુવરાજ સિંહનું અફેર બોલિવુડ અને ક્રિકેટની દુનિયાનું સૌથી ચર્ચિત અફેર હતું. તે દિવસોમાં ઘણી મેચમાં દીપીકા યુવરાજને ચીયર કરવા માટે સ્ટેડિયમ પહોંચી હતી અને મેચ બાદ બંનેને એક સાથે ડિનર ડેટ ઉપર પણ જોવામાં આવ્યા હતા.
તે દિવસોમાં દીપિકા પાદુકોણ બોલિવૂડમાં ઘણી નવી હતી અને યુવરાજસિંહ ક્રિકેટની દુનિયામાં ફેમસ હતા.
જોકે આ સંબંધને પણ મંઝિલ મળી શકી નહીં અને ખૂબ જલ્દી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. ખબરો માનવામાં આવે તો યુવરાજ દીપિકાને લઈને ખૂબ જ વધારે પઝેસિવ હતા, જેના કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
નેહા ધૂપિયા
બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાને પણ યુવરાજ સિંહ ડેટ કરી ચૂક્યા છે. આ અફેર ખૂબ ચર્ચામાં રહ્યું હતું. તેમના પ્રેમના ચર્ચા તે દિવસોમાં ચારે તરફ થતી હતી.
બન્નેને ઘણા મોટા ફંકશન અને પાર્ટીઓમાં એક સાથે જોવામાં આવતા હતા. જોકે નેહા અને યુવરાજ બંનેએ આ સંબંધોને ક્યારે પણ મીડિયાની સામે કબૂલ કર્યા નહીં અને થોડા સમય બાદ તેમના પ્રેમના સમાચારો ઉપર પણ વિરામ ચિન્હ લાગી ગયું.
રિયા સેન
હરફનમૌલા યુવરાજનું નામ રિયા સેન સાથે પણ જોડાઇ ચુક્યુ છે. જણાવી દઈએ કે રિયાનું નામ પણ અભિનયની દુનિયામાં ખૂબ જ મોટું હતું.
વળી આ બંને ઘણી વખત ડેટ પર જતા મીડિયાના કેમેરામાં સ્પોટ થયા હતા. એટલું જ નહીં ઘણી પાર્ટીઓમાં પણ બંને એક સાથે જોવામાં આવતા હતા.
મિનિષા લામ્બા
બોલિવૂડની મશહૂર અભિનેત્રી મનિષા લાંબાનું નામ પણ યુવરાજ સિંહ સાથે રિલેશનશિપમાં જોડાઈ ચૂક્યું છે. એક સમય હતો જ્યારે બંને એકબીજાને ડેટ કરતા હતા. તે દિવસોમાં બંનેના પ્રેમની ચર્ચા ચારો તરફ હતી.
પ્રીતિ ઝિન્ટા
બોલિવૂડની ડિમ્પલ ગર્લ એટલે કે પ્રીતિ ઝિન્ટા અને યુવરાજનાં પ્રેમનાં કિસ્સા તો કોઈથી છુપાયેલા નથી. બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા.
જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ માટે યુવરાજ સિંહ રમતા હતા તો તે દિવસોમાં તેમની માલિક પ્રિતી ઝીંટા અને યુવરાજની વચ્ચે પ્રેમના સમાચારો આવતા હતા.
પ્રીતિ ઝિન્ટા અને યુવરાજ સિંહને ઘણી વખત એકસાથે જોવામાં આવ્યા હતા. અફવા તો એવી પણ આવી હતી કે બંને લગ્ન કરવાના છે,
પરંતુ આ સંબંધનો અંત પણ બ્રેકઅપની સાથે થયો. જોકે યુવરાજ અને પ્રીતિએ ક્યારેય પણ આ સંબંધને કબૂલ્યા હતા નહીં.
હેઝલ કીચ
ઘણી અભિનેત્રીઓ સાથે નામ જોડાઈ ગયા બાદ વર્ષ ૨૦૧૬માં યુવરાજ સિંહે હેઝલ કીચ સાથે લગ્ન કરી લીધા હતા.
યુવરાજ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હેઝલને ઈમ્પ્રેસ કરવા માટે તેમણે વર્ષો સુધી મહેનત કરવી પડી હતી. જોકે હવે બંને પોતાના લગ્નજીવન ખૂબ જ ખુશ છે.