આજના સમયમાં દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની ટેક્નોલોજી આવી ગઈ છે. ટેક્નોલોજીએ ખેતીને સરળ પણ કરી દીધી છે અને વધારે અનાજનુ ઉત્પાદન થાય છે. જો તમે વિચારી રહ્યા છો કે ખેતી ફક્ત જમીન પર જ સંભવ છે તો કદાચ તમને આ વાતની ખબર નથી કે એક એવો દેશ છે જ્યાં જમીન પર નહીં પણ દિવાલ પર ખેતી કરવામાં આવે છે. અહીં કોથમિર અને ઘઉંની સાથે સાથે શાક પણ દીવાલો પર જ ઉગાડવામાં આવે છે. આ ટેકનોલોજી હવે ધીરે ધીરે દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહી છે. આ ટેક્નિકના વર્ટિકલ ફોર્મિંગ એટલે ‘દિવાલ પર ખેતી’ કહે છે. આવો જાણીએ તેના વિશે.

ઈઝરાઈલમાં થાય છે દિવાલ પર ખેતી

વર્ટિકલ ફાર્મિંગ એટલે દિવાલ પર ખેતી કરનાર દેશનું નામ ઇઝરાઇલ છે. હકીકતે, ઇઝરાઇલ અને અન્ય ઘણા દેશોમાં ખેતી લાયક જમીનની ખૂબ ઓછી છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ત્યાં લોકોને વર્ટિકલ ફાર્મિંગને અપનાવ્યું છે.

ઇઝરાઇલની કંપની ગ્રીનવોલના સંસ્થાપક પાયોનિર ગાઈ બારનેસે જણાવ્યા અનુસાર, તેમની કંપની સાથે ગુગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓ જોડાયેલી છે. જેમના સહયોગથી ઇઝરાઇલમાં ઘણી દિવાલો પર વર્ટિકલ ફાર્મિંગ ટેક્નોલોજી દ્વારા ખેતી કરવામાં આવી રહી છે.

કઈ રીતે કરવામાં આવે છે દિવાલ પર ખેતી?

વર્ટિકલ ફાર્મિંગ હેઠળ છોડને કુંડામાં નાના નાના યુનિટ્સમાં લગાવવામાં આવે છે અને સાથે જ એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે છોડ કુંડામાંથી પડે નહીં. આ કુંડામાં સિંચાઈ માટે પણ વિશેષ પ્રબંધ કરવામાં આવે છે. જોકે અનાજ ઉગાડવા માટે યુનિટ્સને અમુક સમય માટે દિવાલથી કાઢી નાખવામાં આવે છે અને પછી બાદમાં તેને પરત દિવાલમાં લગાવી દેવામાં આવે છે.

પર્યાવરણ માટે સારી છે દિવાલ પર ખેતી

ઇઝરાઇલ ઉપરાંત વર્ટિકલ ફાર્મિંગ એટલે દિવાલ પર ખેતીની ટેક્નીક અમેરિકા, યુરોપ અને ચીનમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. આવી ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે દિવાલ પર છોડથી ઘરના તાપમાનમાં વધારો નથી થતો અને આ આસપારના વાતાવરણમાં પણ નમી રાખે છે. આ ઉપરાંત ધ્વનિ પ્રદુષણની પણ ઓછી અસર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here