નૈસર્ગિક સુંદરતા દરેકનાં નસીબમાં નથી હોતી. આજનાં જમાનામાં સૌંદર્ય પ્રસાધનોની મદદથી સુંદર દેખાઈ તો શકાય છે પણ કુદરતી સૌંદર્ય ખરીદી શકાતું નથી. એ તો કેવળ પ્રકૃતિદત્ત હોય છે. આવાં સૌંદર્ય સામે કૃત્રિમ સૌંદર્ય પાણી ભરે છે.

આજે તમને એવી સુંદર છોકરી વિષે જણાવીએ જેની સુંદરતાની ચર્ચા કરી રહી છે દુનિયા. અને હા, આ છોકરી બેહદ ગરીબ ઘરની છે. ગરીબ હોવાં છતાં રૂપવતી હોવાના કારણે દુનિયાનાં લોકો તેનાં મોંફાટ વખાણ કરી રહ્યાં છે.

થોડાં સમય પહેલાં ઈન્ટરનેટ પર વાયરલ થયેલી આ તસવીરોમાં દેખાતી છોકરીનું નામ કુસુમ શ્રેષ્ઠા છે. તે નેપાળમાં શાકભાજી વેચવાનું કામ કરે છે. આ છોકરીનો પરિવાર શાકભાજી સ્વયં ઉગાડે છે. કુસુમ દ્વારા શાકભાજીની ક્રેટ ઉપાડીને લઇ જતો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here