દ્વારકા એ ભારતના પ્રાચીન શહેરોમાંનું એક છે સાથે સાથે હિન્દુઓનું પવિત્રયાત્રા ધામ પણ છે. બેટ દ્વારકા શ્રી કૃષ્ણ દ્વારા મહાભારતના યુદ્ધના 36 વર્ષો પછી બનાવવા આવી હતી.
બેટ દ્વારકા ડૂબવા પાછરનું સૌથી મોટું કારણ શ્રી કૃષ્ણને ગાંધારીએ આપેલો શ્રાપ માનવામાં આવે છે. ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે કૈરવોનો વિનાશ થયો છે. તેવી રીતે યાદવોનો પણ વિનાશ થઇ જશે.
શ્રી કૃષ્ણના પુત્રએ ઋષિઓનું અપમાન કર્યું હતું ત્યારે ઋષિએ શ્રી કૃષ્ણના પુત્રને શ્રાપ આપ્યો હતો કે તને જે નગરી પર ગમંડ છે. તે ટુંકાજ સમયમાં નાશ પામશે. ત્યાર પછી બેટ દ્વારકા પર રોજ અપશુકનો થવા લાગ્યા અને બેટ દ્વારકા પર ઉંદરો એટલા થઇ ગયા કે ત્યાં માણસોનું રહેવું ખુબજ કઠિન બની ગયું હતું.
ગાયના ગર્ભ માંથી ગધેડા, નોરિયાના ગર્ભમાંથી ઉંદર જન્મવા લાગ્યા ત્યારે આ બધું જોઈને શ્રી કૃષ્ણને થયું કે હવે માતા ગાંધારીના શ્રાપને પૂરો કરવાનો સમય આવી ગયો છે.
તેથી શ્રી કૃષ્ણએ દ્વારકાના બધા યાદવોને તીર્થયાત્રા પર જવાનો આદેશ આપ્યો. રસ્તામાં યાદવોના બે જૂથ વચ્ચે કોઈ વાત પર જગડો થયો અને લડતા લડતા બધા યાદવો માર્યા ગયા અને એના પછી બલરામ અને શ્રી કૃષ્ણ એકલા વધ્યા ત્યારે
આ વાતની જાણ થતા બલરામે પણ પોતાનો દેહ ત્યાગી દીધો થોડા સમયબાદ શ્રી કૃષ્ણનો પણ એક પારધી દ્વારા વધ કરવામાં આવ્યો, જેવો શ્રી કૃષ્ણએ પોતાનો દેહ છોડ્યો કે સોનાની દ્વારિકા દરિયામાં સમાઈ ગઈ. આજે પણ શ્રી કૃષ્ણની દ્વારિકાના અવશેષો દરિયાંમાં હયાત છે. જે આ ઘટનાને સાચી હોવાનું સાબિત કરે છે.