ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક જીગ્નેશ કવિરાજને તો બધા જાણતા જ હશો. જીગ્નેશ કવિરાજના આખા ગુજરાત ભરમાં લાખો ચાહકો છે. તેમના દરેક આલ્બમ સોન્ગને કરોડો લોકો જોવે છે.
આ સાથે જીગ્નેશ કવિરાજના વિદેશોમાં પણ ઘણા ચાહકો છે. તેમને વિદેશોમાં પ્રોગ્રામ કરીને ધૂમ મચાવી છે. આ સાથે જીગ્નેશ કવિરાજ માતા મોગલના પરમ ભક્ત પણ છે.
જીગ્નેશ કવિરજે એક પ્રોગ્રામ માં કહ્યું હતું કે બે વર્ષ પહેલાની આ વાત છે. આ વાત મારા ઘરની છે. કોઈ બનાવેલી વાત નથી જીગ્નેશ કવિરાજે કહ્યું કે મારા ઘરે બે દીકરીઓ હતી અને દીકરો ન હતો.
ત્યારે જયારે હું અહી ભગુડામાં પ્રોગ્રામ કરવા માટે આવ્યો ત્યારે મેં માતાને કહ્યું કે માં મોગલ મારા ઘરે આ સમયેજો દીકરો જન્મશે તો હું અહીં દર્શન કરવા માટે આવીશ અને મંદિરમાં તમારો એક ફોટો લગાવીશ.
જયારે હું પ્રોગ્રામ કરીને મંદિરમાંથી નીકળતો હતો ત્યારે મને ઘરેથી ફોન આવ્યો કે મારા ઘરે દીકરાએ જન્મ લીધો છે. માં મોગલે મને દરવાજાની બહાર પણ નહતો જવા દીધો ને મારી માનતા પુરી કરી હતી.
માટે ભગુડા વાળી માતા તારા પરચા અપરંપાર છે. મેં મારી જિંદગીનું પહેલું ગીત હે મારી મોગલ છે મજરારી લખ્યું હતું. માં મોગલે મારી જીવનની સૌથી મોટી ઈચ્છા એક જ ઝટકામાં પુરી કરી દીધી હતી. આમ માં મોગલે જીગ્નેશ કવિરાજને પરચો પૂરો પડ્યો હતો.