જો આવા કર્મો કરશો તો ગ્રહો આપશે અશુભ ફળ,તો ક્યારેય પણ આવા કર્મો ના કરવા જોઈએ.

ચંદ્ર

માતા, નાની, દાદી, સાસુ અને નંનદ વગેરેને દુ:ખ આપવાથી ચંદ્ર ખરાબ થાય છે. આ બધા વ્યક્તિઓનું સન્માન કારવું જોઈએ નહિતર ચંદ્ર અશુભ પરીણામ આપે છે.

બુધ

બહેન, સાળી,પુત્રી અને ફઈને વગેરેને દુ:ખ આપવાથી બુધ ખરાબ થાય છે.હીજડાને પણ દુ:ખ આપવાથી બુધ અશુભ પરિણામ આપે છે.

ગુરુ

નાના, દાદા અને પિતાને કષ્ટ આપવાથી કે પોતાના ગુરુને કષ્ટ આપવાથી ગુરુ અશુભ પરિણામ આપે છે.

સૂર્ય

કોઈના હૃદયને દુ:ખ પહોંચાડવાથી,ટેક્સ ચોરી કરવા પર અને કોઈપણ પ્રાણીની આત્માને કષ્ટ આપવા પર, સૂર્ય અશુભ પરિણામ આપે છે.

શુક્ર

તમારા જીવનસાથીને કષ્ટ આપવાથી કે ગંદા કપડા પહેરવાથી કે ઘરને ગંદુ રાખવાથી શુક્ર ગ્રહ અશુભ પરિણામ આપે છે.

મંગલ

ભાઈ સાથે દગો કરવાથી કે ભાઈને કષ્ટ આપવાથી મંગળ અશુભ પરિણામ આપે છે,પત્નીના ભાઈને કષ્ટ આપવાથી આ જ પરીણામ મળે છે.

શનિ

કાકાને કષ્ટ આપવાથી કે કોઈ મહેનત કરતી વ્યક્તિને કષ્ટ આપવાથી શનિ અશુભ પરિણામ આપે છે,ભાડાના મકાનમાં રહી તેને પાછું દેવામાં ઝગડો કરો છો તો શનિ અશુભ પરિણામ આપે છે.

રાહુ

મદારીને કષ્ટ આપવાથી રાહુ અશુભ પરિણામ આપે છે, મોટા ભાઇને દુ:ખ આપવાથી કે તેનું અપમાન કરવાથી રાહુ અશુભ પરીણામ આપે છે.

કેતુ

કોટમાં ખોટી ગવાહી આપવાથી કેતુ અશુભ પરિણામ આપે છે,તે ઉપરાંત મંદિર કે ધ્વજને નષ્ટ કરવાથી,કંજુસી કરવા પર,કૂતરાને મારવા પર કે ભત્રીજા અને ભાણેજને કષ્ટ આપવાથી કેતુ અશુભ પરિણામ આપે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here