એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જઉં, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલાં લોટની રોટલી ખાતાં હતાં, જેના કારણે તેઓનું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત હતું અને આનંદમયી જીવન વ્યતિત કરતાં હતાં. જ્યારે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે, એવામાં લોકોને જરૂરી માત્રામાં પ્રોટીન અને અન્ય તત્વો નથી મળતાં.

જો કે આ દરેક ધાન્યોમાંના એક બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે. પણ આજના સમયમાં બાજરાની રોટલી ભાગ્યે જ કોઈના ઘરમાં બનતી હશે. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ બાજરાની રોટલી બનાવવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર સહિત અન્ય અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. અસ્થમા, કેન્સર, દમ, ગઠિયા, આર્થરાઇટિસ, લોહીની ખામીને દૂર કરવા, પ્રોટીન અને અમેનોએસિડના સ્તર વધારવા માટે બાજરાનું સેવન સ્વાસ્થય માટે ખુબ મદદગાર સાબિત થાય છે. આજે અમે તમને બાજરો ખાવાથી થતા એવા ફાયદા વિશે જણાવીશું, જેને જાણીને તમે પણ બાજરો ખાવાનું શરૂ કરી દેશો.

દોસ્તો કોઇ પણ આયુર્વેદિક ઉપાય કરતાં પહેલા તમારા શરીર ની પ્રકૃતિ કોઇ અધિકૃત આયુર્વેદ ચિકિત્સક પાસે થી જાણી યોગ્ય આહાર વિહાર અને ઉપચાર કરવાથી 100% લાભ થાય જ છે. જરુર છે યોગ્ય પરેજી સાથે ની આહાર વિહાર ને ઉપચાર કરવા ની એ પણ ધીરજ સાથે!

ચૂસ્તી સ્ફૂર્તિ વધારે છે
બાજરાની રોટલી સ્વાદમાં જેટલી જ સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે તેટલી જ ફાયદાકારક પણ છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેકગણી એનર્જી હોય છે, બાજરાની રોટલી ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રીશન અનેકગણું વધી જાય છે, તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે.

મધુમેહ માટે અક્સિર
વર્તમાન સમયમાં ભારત ડાયાબિટીસનું હબ બનતું જાય છે, સૌમાંથી એંસી લોકો મધુમેહથી પીડિત છે. નિયમિત રૂપે બાજરો ખાવો ડાયાબિટિસના દર્દીઓ માટે ખૂબ આશીર્વાદ સમાન છે, બાજરો લોહીમાં શુગરની માત્રાને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો એક વરદાન સમાન છે.

હાડકાં મજબૂત બને છે
બાજરો કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. જે બાળકો અને વૃદ્ધોમાં હાડકાને મજબૂતી આપે છે. કેલ્શિયમની ખામીને લીધે ઓસ્ટિયોપોરોસીસ નામનો રોગ થાય છે જે બાજરાના સેવનથી દૂર થાય છે. ઉંમર વધવાની સાથે શરીરમાંથી કૅલ્શિયમની ઉણપ સર્જાતા સાંધાના અને હાડકાંના દુ:ખાવા જન્મ લે છે, તેથી બાજરો અનિવાર્ય!

પાચનક્રિયા મજબૂત બને છે
હલન-ચલન અને કસરતના અભાવના કારણે ખાધેલું પચતું નથી અને તેના કારણે શરીરમાં અનેક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે. બાજરમાં ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે જે પાચનક્રિયાને યોગ્ય બનાવે છે. જેને લીધે કબજિયાત, ગેસ, એસીડીટી વેગેરે જેવી બીમારીઓથી છૂટકારો મળે છે.

વજનને નિયંત્રિત કરે છે
જો તમે પણ તમારા વધતા જઈ રહેલા વજનને ઓછું કરવા માંગો છો તો બાજરાનું સેવન તમને ફાયદો આપી શકે છે. બાજરામાં ટ્રિપ્ટોફન નામનું એમિનો એસિડ હોય છે જેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજનને કંટ્રોલ કરવામાં મદદ મળી રહે છે.

ડિપ્રેશનમાં રાહત
ઓછા સમયમાં વધારે વૈભવ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય આંખે પાટા બાંધી દોડી રહ્યો હોય, ડિપ્રેશનનો ભોગ બને છે. બાજરો ખાવાથી અંદરથી શાંતિ મળે છે. બાજરો ડિપ્રેશન, તણાવ, ઊંઘ ન આવવી વગેરે જેવી સમસ્યાઓને દૂર કરે છે. બાજરામાં મેન્ગેનિશ્યમ તત્વ મળી આવે છે જે માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે.

હૃદય તંદુરસ્ત રહે છે
બાજરો મેગ્નેશિયમ અને પોટેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે અને હૃદયને તંદુરસ્ત રાખે છે. બાજરાનું સેવન હૃદયની બીમારીઓના જોખમને ઓછું કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. આમે’ય હાલના સમયમાં બેઠાળુ જીવનના લીધે કોલસ્ટ્રોલ વધતું જાય છે.

સગર્ભા સ્ત્રીઓ માટે
સગર્ભાઓ માટે બાજરો ખૂબ જ લાભકારક છે, બાજરાની ખીચડી કે રોટલી ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થઇ જાય છે. ડિલિવરીની વેદનાથી પણ રાહત મળી શકે છે. સ્તનપાન કરાવતી મહિલાઓને જો દૂધ નથી બની રહ્યું તો બાજરાનું સેવન દૂધની માત્રા વધારવામાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here