શું તમારી કુંડળીમાં ધનવાન કે કરોડપતિ બનવાના યોગ છે કે નહી? જો નહી, તો પછી તમે કેવી રીતે કરોડપતિ બની શકશો? આજે અમે તમને જણાવીશું એવા રાજ યોગો વિશે જે તમને કરોડપતિ બનાવી શકે છે.

જો મંગળ કે શનિ સાતમા ઘરમાં બેઠા હોય અને શનિ કે મંગળ કે રાહુ અગિયારમા ઘરે બેઠા હોય, તો તે વ્યક્તિ રમત, દલાલી કે વકીલાત દ્વારા સંપત્તિ કમાય છે.

કુંડળીના ત્રિકોણ ઘરો કે કેન્દ્રમાં ગુરુ, શુક્ર, ચંદ્ર અને બુધ બેઠા હોય કે જો ત્રીજા,છઠા કે અગ્યારમાં ભાવમાં સૂર્ય, રાહુ, શનિ, મંગળ વગેરે ગ્રહો બેઠા હોય તો વ્યકતી રાહુ કે શનિ કે શુક્ર કે બુધની દશામાં ખૂબ ધન કમાય છે.

જ્યારે ગુરુ કર્ક, ધનુ કે મીન રાશિમાં હોય અને પાંચમા ઘરનો સ્વામી દસમા ઘરમાં હોય ,ત્યારે વ્યક્તિ પુત્રો અને પુત્રીઓ દ્વારા પુષ્કળ સંપત્તિ મેળવે છે.

જ્યારે કોઈ ગુરુ દસમા કે અગિયારમા ભાવમાં હોય છે અને સૂર્ય અને મંગળ ચોથા ભાવમાં, ત્યારે વ્યક્તિ તેની ક્ષમતાઓ દ્વારા સંપત્તિ પ્રાપ્ત કરે છે.

બુધ, શુક્ર અને શનિ એક સાથે કોઈપણ ભાવમાં હોય તો તે વ્યક્તિને વ્યવસાયમાં ઉન્નતિ આપી ખૂબ સમૃદ્ધ બનાવે છે.

જો દસમા ઘરનો સ્વામી વૃષભ કે તુલા રાશિમાં હોય અને શુક્ર કે સાતમા ભાવનો સ્વામી દસમા ભાવમાં હોય,તો તે વ્યક્તિ લગ્નથી અને પત્નીની કમાણી દ્વારા ઘણી સંપત્તિ મેળવે છે.

શનિ જ્યારે તુલા, મકર કે કુંભ રાશિમાં હોય, ત્યારે વ્યકતી એકાઉન્ટન્ટ બનીને પૈસા કમાય છે.

જ્યારે બુદ્ધ, શુક્ર અને ગુરુ કોઈપણ ઘરમાં એકસાથે હોય,ત્યારે વ્યક્તિ ધાર્મિક કાર્યોથી સમૃદ્ધ થાય છે.ત્યારે વ્યકતી પુજારી, પંડિત, જ્યોતિષ, કથાકાર અને ધર્મ સંસ્થાનો પ્રમુખ બને છે.

જ્યારે મંગલ ચોથા, સૂર્ય પાંચમા અને ગુરુ અગિયારમા ભાવમાં હોય ત્યારે વ્યક્તિને પિતૃ સંપત્તિ, કૃષિ કે મકાનમાંથી આવક મળે છે, જે સતત વધતી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here