રવિન્દ્ર જાડેજાના બંગલામાં છે જૂની રજવાડી સ્ટાઇલનું ફર્નિચર, અંદરની તસવીરો જોઇને તમે પણ જરૂર કરાવશો આવું ગજબ નું ફર્નિચર..

પોતાની શાનદાર બોલિંગ, આકર્ષક બેટિંગ અને જોરદાર ફિલ્ડીંગની મદદથી રવિન્દ્ર જાડેજા આજે ટીમ ઈન્ડિયામાં મહત્વનો ભાગ બની ગયા છે. આ વર્ષે આઈપીએલ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ ધૂમ મચાવી છે. એમાં પણ રવિવારના રોજ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાઈ ગયા હતા.

રવિવારના રોજ રવિન્દ્ર જાડેજાએ બેંગ્લોરની વિરુદ્ધ ફક્ત ૨૮ બોલમાં ૬૨ રન બનાવ્યા હતા. એમાં પણ છેલ્લી ઓવરમાં ૫ છક્કા મારીને ૩૭ રન બનાવી લીધા હતા. ઉપરાંત પોતાની બોલિંગ સ્કીલની મદદથી ફક્ત ૪ ઓવરમાં સામેની ટીમને ૧૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આ સાથે જ એક ક્રિકેટરને રનઆઉટ પણ કર્યો હતો.

જામનગરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ થયેલ રવિન્દ્ર જાડેજાની આજની સફળતાની પાછળ તેમનો વર્ષોથી કરવામાં આવેલ સંઘર્ષ છુપાયેલો છે. આજના સમયમાં રવિન્દ્ર જાડેજાની બ્રાંડ વેલ્યુ કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે. રવિન્દ્ર જાડેજા આઈપીએલ ટુર્નામેન્ટથી લઈને વિજ્ઞાપનો કરવા માટે લાખો રૂપિયાની ફી વસુલ કરે છે. રવિન્દ્ર જાડેજાએ પોતાના વતન જામનગરમાં ચાર માળ ધરાવતો લેવિસ બંગલો બનાવડાવ્યો છે. એટલું જ નહી, રવિન્દ્ર જાડેજા ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટની માલિકી પણ ધરાવે છે. હવે જોઈશું રવિન્દ્ર જાડેજાના ભવ્ય બંગલોના ફોટોસની સાથે તેમના સંઘર્ષની સફર વિષે…..

રવિન્દ્ર જાડેજાએ પોતાના માદરે વતન જામનગરમાં ચાર માળ ધરાવતો ભવ્ય બંગલાનું નિર્માણ કરાવ્યું છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ આ ઘરનું નામ પોતાની માતાના નામ પરથી ‘શ્રીલતા’ રાખવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજાના આ બંગલાના પ્રવેશદ્વાર લાકડાના બે ભવ્ય દ્વાર બનાવ્યા છે. જે તેમના ઘરને રજવાડી લુક આપે છે.

રવિન્દ્ર જાડેજાના બંગલાના ફર્નીચર જુના સમયમાં હોય એવું રજવાડી પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજાના આ બંગલામાં જીમની સુવિધા પણ કરવામાં આવી છે. આ સાથે જ ક્રિકેટની પ્રેક્ટીસ કરવા માટે બંગલાની પાછળની બાજુ ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

રવિન્દ્ર જાડેજાના આ ભવ્ય બંગલામાં ઘણી બધી એન્ટીક વસ્તુઓ જોવા મળે છે. ઘરમાં સજાવવામાં આવેલ સોફા અને ખુરશી સહિત તમામ ફર્નીચર રોયલ લુક આપે છે. જે ઘરની શોભામાં વધારો કરે છે. રવિન્દ્ર જાડેજાએ મેળવેલ ટ્રોફી અને એવોર્ડને રાખવા માટે ખાસ રૂમ બનાવવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજા આજે જે ભવ્ય જીવનશૈલી જીવી રહ્યા છે તેની પાછળ તેમનો ઘણા વર્ષો સુધી કરવામાં આવેલ સંઘર્ષ રહેલ છે. તા. ૬ ડીસેમ્બર, ૧૯૮૮ના રોજ જન્મ થયેલ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધ જાડેજા ભારતીય સેનામાં જોડાયા હતા. જો કે, અનિરુદ્ધ જાડેજા ઘાયલ થઈ જવાના લીધે તેમણે સેનાની નોકરી છોડીને સિક્યોરીટી ગાર્ડની નોકરી કરવી પડી હતી. રવિન્દ્ર જાડેજાના પિતા એવું ઈચ્છતા હતા કે, તેમનો દીકરો આર્મી જોઈન કરે, પરંતુ રવિન્દ્ર જાડેજાને ક્રિકેટ રમવામાં વધારે રુચિ ધરાવતા હતા.

રવિન્દ્ર જાડેજા પોતાની માતા લતાબેનની વધારે નજીક હતા. એટલા માટે જયારે તેમની માતાનું અવસાન થયું તે સમયે રવિન્દ્ર જાડેજાની ફક્ત ૧૭ વર્ષની જ વય ધરાવતા હતા. માતાના અવસાન થવાથી દુઃખી થયેલ રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટમાં રુચિ ઓછી થતી ગઈ હતી. પરંતુ રવિન્દ્ર જાડેજાની મોટી બહેનએ રવિન્દ્ર જાડેજાને સાંભળી લેતા તેઓ ફરીથી ક્રિકેટ રમવા માટે તૈયાર કરી દીધા. રવિન્દ્ર જાડેજાની માતાનું જે વર્ષે અવસાન થયું હતું તે જ વર્ષે તેમની પસંદગી સૌરાષ્ટ્રની અંદર- ૧૪ ટીમમાં કરવામાં આવી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાની પ્રથમ મેચમાં જ ૪ વિકેટ લીધી હતી અને ૮૭ રન બનાવ્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાના શાનદાર પ્રદર્શનને જોતા તેમને અન્ડર- ૧૯ની ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં તા. ૮ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ શ્રીલંકાની વિરુદ્ધ કર્યું હતું.

વન- ડે ક્રિકેટ મેચમાં પ્રથમ નંબરનું સ્થાન પ્રાપ્ત કરનાર અનીલ કુંબલે બાદ રવિન્દ્ર જાડેજા ફક્ત એક જ એવા બોલર છે જેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણવાર ૩૦૦ કરતા વધારે રન બનાવ્યા છે.

જે સમયે આઈપીએલ ટુર્નામેન્ટની શરુઆત થઈ તે વર્ષે એટલે કે, વર્ષ ૨૦૦૮માં રવિન્દ્ર જાડેજાને રાજસ્થાન રોયલ્સ ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. જયારે આજે રવિન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સનો મહત્વનો ભાગ બની ગયા છે. રવિન્દ્ર જાડેજાને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમએ વર્ષ ૨૦૧૭માં ૯.૭૨ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન ૫૧ ટેસ્ટ મેચ, ૧૬૮ વન- ડે ,એચ અને ૫૦ જેટલી ટી-20 મેચ રમ્યા છે. ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ તમામ ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ૪૦૦ કરતા વધારે વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજાના લગ્ન રીવાબા સોલંકીની સાથે તા. ૧૭ એપ્રિલ, ૨૦૧૬ના રોજ રાજકોટ શહેરમાં ખુબ જ ધામધુમથી કરવામાં આવ્યા હતા. રવિન્દ્ર જાડેજાના બહેનએ જયારે રીવાબાનો ફોટો રવિન્દ્રને મોકલ્યો હતો. ત્યારે પહેલી નજરમાં જ રીવાબા રવિન્દ્ર જાડેજાને પસંદ આવી ગયા હતા. ત્યાર બાદ રીવાબા ભાજપ પક્ષ સાથે જોડાઈ ગયા હતા.

સામાન્ય રીતે રવિન્દ્ર જાડેજાને બધા જ સર કહીને બોલાવે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રવિન્દ્ર જાડેજાને સર કહીને સંબોધન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાની બહેનએ પોતાના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા ઘણો શર્માળ સ્વભાવ ધરાવે છે એટલા માટે જયારે તેમના સાથીઓ તેને સર કહીને બોલાવે છે ત્યારે ઘણું અસહજતાનો અનુભવ થાય છે.

રવિન્દ્ર જાડેજાની પાસે રાજકોટ- જામનગર હાઈ- વે પર એક ફાર્મ હાઉસ ધરાવે છે. જ્યાં તેઓ પોતાની નવરાશનો સમય વિતાવીને આરામ કરવાનું પસંદ કરે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *