હિંદુ ધર્મમાં હંમેશાથી ગાયને એક પવિત્ર અને પૂજનીય પશુ માનવામાં આવે છે. ના ફક્ત એક જીવ પણ તેને ‘મા’ની ઉપાધિ આપવામાં આવી છે. ગાયને મનુષ્યનો પાલનહાર ગણવામાં આવે છે અને તેનાથી મળતું દૂધ અમૃત સમાન ગણવામાં આવે છે. આ માન્યતાઓ કેટલાક મહિનાઓ, વર્ષો અને દશકોથી ચાલતી આવી છે. આજે અહીં કામધેનુ ગણાતી ગાયની કેટલીક ખાસ વાતોને જણાવવામાં આવી રહી છે.

પૂજનીય પશુ :

યુગોથી ગાયને પૂજનીય માનવામાં આવે છે. જો તમે હિન્દુ ધર્મને સમજો છો કે તેની માન્યતાઓની જાણકારી રાખો છો તો તમે કામધેનુ ગાયને વિશે સાંભળ્યું જ હશે. હિન્દુ ધર્મમાં અનેક ધાર્મિક ગ્રંથોમાં કામધેનુ ગાયનો ઉલ્લેખ છે. કહેવાય છે કે કામધેનુ ગાયમાં દૈવીય શક્તિઓ હતી, જેના બળ પર તે પોતાના ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતી હતી.

કામઘેનુ:

આ ગાય જેની પણ પાસે હોય તેને દરેક પ્રકારના ચમત્કારિક લાભ મળતા. આ ગાયના દર્શન માત્રથી મનુષ્ય પણ દરેક કાર્યમાં સફળ થતા, દૈવીય શક્તિઓ પ્રાપ્ત કરી ચૂકેલી કામધેનુ ગાયનું દૂધ પણ અમૃત અને ચમત્કારી શક્તિઓથી ભરપૂર માનવામાં આવતું હતું.

ચમત્કારિક ગુણ :

આ જ કારણ છે કે કામધેનુ ગાયને માત્ર એક પશુ માનવાને બદલે ‘માતા’ની ઉપાધિ આપવામાં આવી છે. એક એવી માં જે પોતાના બાળકોની ઇચ્છઆ પૂરી કરે છે. તેને પેટ ભરવા ખોરાક આપે છે અને તેનું પાલન પોષણ પણ કરે છે. પણ શું તમે જાણો છો કો કામધેનુ ગાયની ઉત્પત્તિ ક્યાંથી થઇ હતી?

પૌરાણિક કથા :

એક પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથનના સમયે દેવતા અને દૈત્યોને સમુદ્રમાંથી અનેક વસ્તુઓ મળી. જેમકે મૂલ્યવાન રત્ન, અપ્સરાઓ, શંખ, પવિત્ર વૃક્ષ, ચંદ્રમા, પવિત્ર અમૃત, અન્ય દેવી દેવતાઓ અને હલાહલ નામનું અત્યંત ઝેરી વિષ પણ. આ સમુદ્ર મંથન સમયે ક્ષીર સાગરમાંથી કામધેનુ ગાયની ઉત્પત્તિ થઇ હતી.

સમુદ્ર મંથન :

પુરાણોમાં કામધેનુ ગાયને નંદા, સુનંદા, સુરભિ, સુશીલા અને સુમન પણ કહેવાઇ છે. કામધેનુ ગાયથી સંબંધિત પુરાણોમાં અનેક કથાઓ પ્રચલિત છે. કૃષ્ણ કથામાં અંકિત દરેક પાત્ર કોઇને કોઇ કારણ વશ શાપગ્રસ્ત હોઇને જન્મે છે. કશ્યપે વરુણ પાસે કામધેનુ માંગી, પણ પછી પાછી ન આપી. પરિણામ એ આવ્યું કે વરુણના શાપથી તે ગ્વાલ બન્યા.

ભગવાન પરશુરામ :

કામધેનુ ગાયથી સંબંધિત એક અન્ય કથા વિષ્ણુના માનવરૂપી અવતાર ભગવાન પરશુરામ સાથે જોડાયેલી છે. તેના અનુસાર એક વાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સાથે જંગલને પાર કરતા જમદગ્નિ ઋષિ (ભગવાન પરશુરામના પિતા)ના આશ્રમમાં વિશ્રામ કરવા પહોંચ્યા.

જમદગ્નિ ઋષિ:

મહર્ષિએ રાજાને પોતાના આશ્રમને મહેમાન સમજીને સ્વાગત સત્કાર કર્યો અને તેને આશ્રય આપ્યો. તેઓએ સહસ્ત્રાર્જુનની સેવામાં કોઇપણ પ્રકારની કસર રાખી નથી. આ વાત ત્યારની છે જ્યારે ઋષિ જમદગ્નિની પાસે દેવરાજ ઇન્દ્રથી પ્રાપ્ત દિવ્ય ગુણોની કામધેનુ નામની અદભૂત ગાય હતી.

દૈવીય ગુણો વાળી કામધેનુ :

રાજા જાણતા ન હતા કે ગાય કોઇ સાધારણ પશુ નથી, પણ દૈવીય ગુણોવાળી કામધેનુ ગાય છે. થોડા સમય બાદ રાજાએ જ્યારે ગાયના ચમત્કાર જોયા તો તેઓ આશ્ચર્ય પામ્યા. મહર્ષિનો આશ્રમ સાધારણ હતો, ના વધારે સુવિધાઓ હતી અને ના તો કામમાં મદદ કરી શકનારા કોઇ સેવક.

રાજાએ જોયા ચમત્કાર:

મહર્ષિએ કામધેનુ ગાયની મદદથી થોડી જ વારમાં એટલે કે જોતજોતામાં રાજા અને તેમની સેનાને માટે ભોજનનો પ્રબંધ કર્યો. કામધેનુના આવા વિશેષ ગુણોને જોઇને સહસ્ત્રાર્જુને ઋષિની પાસે પોતાના રાજસી સુખને ઓછું ગણ્યુ.

ઋષિએ માંગી કામધેનુ :

હવે તેમના મનમાં મહર્ષિને માટે ઇર્ષ્યા ઉત્પન્ન થવા લાગી અને સાથે જ તેઓ મહર્ષિની પાસેથી તે ગાયને મેળવવાની તરકીબ પણ વિચારવા લાગ્યા. સૌ પહેલા રાજાએ સીધી રીતે જમદગ્નિ પાસેથી કામધેનુ માંગી. પણ જ્યારે ઋષિએ કામધેનુને આશ્રમના પ્રંબધન અને જીવનના ભરણ-પોષણનો એકમાત્ર રસ્તો બતાવ્યો તેને આપવાનો ઇન્કાર છે. રાજાએ બુરાઇનો માર્ગ પસંદ કર્યો.

જબરદસ્તી લઇ લીધી :

રાજાએ ક્રોધિત થઇને ઋષિ જમદગ્નિના આશ્રમને ઉડાડી દીધો, ત્યારે તે બધું તહસ-નહસ થઇ ગયું. આ બધું કર્યા બાદ જ્યારે રાજા સહસ્ત્રાર્જુન પોતાની સાથે કામધેનુને લઇ જવા લાગ્યો તો ત્યારે ગાય હાથથી છૂટીને સ્વર્ગની તરફ જવા લાગી. આખરે દુષ્ટ રાજાને એ ગાય મળી નહીં. અન્ય તરફ મહર્ષિ જમદગ્નિ ડબલ નુકશાન સહન કરી રહ્યા હતા.

સ્વર્ગની તરફ જતી રહી કામધેનુ :

એક તરફ તે પોતાની કામધેનુ ગાયને ખોવી ચૂક્યા હતા અને અન્ય તરફ આશ્રમ પણ ન રહ્યો. થોડા સમય બાદ મહર્ષિના પુત્ર ભગવાન પરશુરામ આશ્રમમાં આવ્યા અને સાથે તેઓએ આ દ્રશ્ય જોયું તો તેઓ હેરાન થઇ ગયા. આ હાલનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું કે તેમની માતા રેણુકાએ તેમને બધી વાતો વિસ્તારથી જણાવી.

પરશુરામ થયા ક્રોધિત :

પરશુરામ માતા-પિતાના અપમાન અને આશ્રમને વેરવિખેર જોઇને આવેશમાં આવી ગયા. પરાક્રમી પરશુરામે એ જ સમયે દુરાચારી સહસ્ત્રાર્જુન અને તેમની સેનાનો નાશ કરવાનો સંકલ્પ કર્યો. પરશુરામે પોતાના પરશુ અસ્ત્રની સાથે સહસ્ત્રાર્જુનના નગર મહિષ્મતિપુરી પહોંચ્યા.

લીધો પિતાના અપમાનનો બદલો :

અહીં પહોંચવા પર રાજા સહસ્ત્રાર્જુન અને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. પરશુરામના પ્રચંડ બળની સામે સહસ્ત્રાર્જુન ભોંઠા પડ્યા. ભગવાન પરશુરામે દુષ્ટ સહસ્ત્રાર્જુનની હજારો ભુજાઓ અને ધડ, પરશુથી કાપીને તેનો વધ કરી દીધો.

પછી ગયા તીર્થ :

કહેવાય છે કે સહસ્ત્રાર્જુનના વધ બાદ જ્યારે પરશુરામ પિતાની પાસે પાછા આશ્રમમાં પહોંચ્યા તો તેમના પિતાએ તેમને આદેશ આપ્યો કે આ વધનું પ્રાયશ્ચિત કરવા માટે તે તીર્થ યાત્રા પર જાય. ત્યારેતેની ઉપરથી રાજાની હત્યાનું પાપ ઉતરશે. પણ ન જાણે તેમના તીર્થયાત્રા પર જવાની ખબર સહસ્ત્રાર્જુનના પુત્રોને મળી ગઇ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here