તમે જ્યારે પણ વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટે નાખો છો, તો મનમાં ડર લાગતો હોય છે કે કપડાંમાં રંગ ન બેસી જાય? કપડાંનો કલર જતો હોવાથી તે બીજા કપડા પર લાગે છે. કપડાંનો રંગ કેટલીકવાર તડકામાં સુકાવવાથી પણ જતો રહે છે. કપડાંનો કલર તેવો જ રાખવા માટે કેટલીક ટિપ્સ છે જેનો ઉપયોગ કરીને કપડાંને સારી રીતે સાચવી શકો છો.

-ઠંડા પાણીથી કપડા ધોવા :

ગરમ પાણીમાં કપડાં ધોવાથી તે જુના જેવા લાગે છે અને તેનો કલર પણ પણ ઉતરી જાય છે. તેથી કપડાંને હંમેશા ઠંડા પાણીમાં જ ધોવાં જોઈએ.

-ડાર્ક કલરના કપડાને અલગ રીતે ધોવા જોઈએ : 

ડાર્ક કલરના કપડાંનો કલર વધારે જાય છે. તેમજ ડાર્ક કલરના કપડાનો રંગ વધારે નીકળતો હોવાથી તેને અલગથી ધોવા જોઈએ.

– કપડાને બરાબર રીતે સુકવવા જોઈએ :

કપડાંની ખોટી રીતે સુકવવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે. કપડાંને ધોયા પછી તેમાંથી પાણીને કાઢીને તેને ઉંધા કરીને જ સુકવવા જોઈએ. તેનાથી કપડાંમાં જલ્દી સુકાય જશે.

– તડકામાં કપડા ના સુકવવા જોઈએ :

 

જો તમારા કપડાં કોટનના હોય તો તેને તડકામાં ન સુકવવા જોઈએ. જો જરૂરી હોય તો તેને ઉંધા કરીને સુકવો. તેનાથી કપડાં પર સીધો તડકો નહીં આવે અને તે હંમેશા નવા જેવા જ દેખાશે.

– ફૈબ્રિક કન્ડિશનરનો ઉપયોગ કરો : 

કપડાંને ધોતી વખતે ફૈબ્રિક કન્ડિશનરનો ઉપયોગ કરવાથી કપડાનો કલર નથી જતો અને તે હંમેશા નવા જેવા જ દેખાય છે.

– ડ્રાયરનો ઉપયોગ ટાળવો :

કપડાને જલ્દીથી સુકાવવા માટે ડ્રાયરનો ઉપયોગ ના કરવો જોઈએ તેનાથી કપડાનો કલર જલ્દી ઉડી જાય છે, તેથી કપડાને તડકામાં સુકાવવા જોઈએ.

મીઠાંનો ઉપયોગ કરવો : 

રસોઈ બનાવતી વખતે જો તમારા કપડાં પર ડાધ પડ્યો હોય અથવા ખરાબ થાઈ જાય તો કપડાં ધોતી વખતે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી કપડા પર પડેલા ડાઘા જતા રહેશે અને તે ખરાબ પણ નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here