KGF સ્ટાર યશ ની ગેરેજ માં પાર્ક છે આટલી બધી લક્ઝુરિયસ કાર્સ, જુઓ તસવીરો

ફિલ્મ ‘KGF’થી દેશભરમાં લોકપ્રિયતા મેળવનારા કન્નડ સુપરસ્ટાર યશ અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘KGF 2’ની તૈયારીમાં લાગી ગયા છે. આ પહેલાં યશે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ફિલ્મ ‘KGF’થી તેમણે દેશમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.

યશને કાર અને બાઇકના દિવાના છે અને તેમની પાસે એકથી એક ચઢિયાતી કારનું કલેક્શન પણ છે. યશ પાસે SUVથી સેડાન સુધીની કાર છે. તો આજે અમે તેમના કાર કલેક્શન વિશે જણાવીએ.

1. મર્સિડીઝ GLC 250 કૉપ
યશ પાસે મર્સિડીઝ GLC 250 કૉપ કાર છે જેની ભારતમાં શરૂઆતની કિંમત લગભગ 78 લાખ રૂપિયા છે. મર્સિડીઝી આ કાર એક શાનદાર પ્રોગ્રેસિવ લુકવાળી કાર છે. આ પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનમાં ઉપલબ્ધ છે. બંને એન્જિનમાં 9G ટ્રૉનિક ગિઅર બૉક્સ આપવામાં આવ્યાં છે.

2. મર્સિડીઝ બેન્ઝ GLC 350D
મર્સિડીઝ બેન્ઝ યશની પસંદગીની બ્રાન્ડમાંથી એક છે. જેને લીધે યશ પાસે મર્સિડીઝ બેન્ઝ GLC 350D પણ છે. ભારતમાં આ કારની શરૂઆતી કિંમત 85 લાખ રૂપિયા છે. GLC 350D 7 સીટર કાર છે. જે પોતાની સ્પેસ અને કમ્ફર્ટ માટે જાણિતી છે.

3. BMW 520D
યશ પાસે BMWની 520D કાર છે. BMW 5 સિરીઝ અત્યારે મોર્ડન બિઝનેસ સેડાન તરીકે ફૅમશ છે. તેમાં કમ્ફર્ટ ફિચર્સનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. BMW 520D ડ્રાઇવ કરવામાં પણ એટલી જ કમ્ફર્ટ છે.

4.ઑડી Q7
યશના કાર કલેક્શનમાં તેમની પાસે પાસે ઑડી Q7 પણ છે. યશને આ કાર ડ્રાઇવ કરવી ખૂબ જ પસંદ છે. આ લક્ઝુરિયસ SUVમાં ડિઝાઈન, પાવર, સ્પેસ, જબરદસ્ત ઇન્ટેરિઅર અને અન્ય ફિચર્સ આપવામાં આવેલાં છે.

ઑડી Q7 કુલ ત્રણ એન્જિનના વિકલ્પમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં 3 વીટર ક્વાત્રો પેટ્રોલ, 3 લીટર ક્વાત્રો ડીઝલ અને 4.2 લીટર ટીડીઆઈ ક્વાત્રો સામેલ છે. આ કાર દરેક પ્રકારના વિસ્તારમાં ડ્રાઇવિંગ પર્ફોમન્સ આપી શકે છે.

5. રેન્જ રૉવર ઇવૉક
યશને SUVનો ખૂબ જ શોખ છે અને તેમની પાસે રેન્જ રૉવરની ઇવૉક કાર પણ છે. ભારતમાં રેન્જ રૉવર ઇવૉકની શરૂઆતી કિંમત 55 લાખ રૂપિયા છે. આ SUV 2.0 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વિકલ્પો સાથે માર્કેટમાં ઉપલબ્ધ છે. જેમાં ઑટોમેટિક ગિઅર બૉક્સ આપવામાં આવ્યું છે.

6. પજેરો સ્પૉર્ટ
યશ પાસે શાનદાર પજેરો સ્પૉર્ટ કાર પણ છે. પજેરો સ્પૉર્ટ એક 7 સીટર SUV છે. જેમાં 2.5 લીટર ડિઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મેન્યુઅલ અને ઑટોમેટિક બંને વિકલ્પ આપવામાં આવ્યાં છે. આ SUV કારની શરૂઆતી કિંમત 28 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) છે.

યશને પોતાની કાર સાથે ખૂબ જ લગાવ છે. બાળપણમાં તેમનું સપનું હતું કે, તે મહિન્દ્રાની સ્કૉર્પિયો ખરીદી શકે, જે તેમણે પછી ખરીદી પણ લીધી હતી. આ પછી તેમની ગર્લફ્રેન્ડની પસંદગીની કાર ઑડી Q7 ખરીદવા માગતા હતાં, પણ તેનાથી આગળની ટૉપ મૉડેલમાં ઑડી Q6 કાર ખરીદી લીધી.

યશ ઘણીવાર લેટનાઇટ શૂટિંગને લીધે પોતાની કારમાં જ સૂઈ જાય છે. આ વાતનો ખુલાસો તેમણે ખુદ કર્યો છે. આ કારણે યશ પોતાની કારમાં જમવાનું, કપડા, નાશ્તો, તકિયો અને બ્લેન્કેટ સહિતની વસ્તુ રાખે છે. આ સાથે જ તે મેડિકલ કિટ પણ રાખે છે.

pinal patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *