લીંબુ ભોજનનો સ્વાદ તો વધારે છે જ , સલાડ કે ચાટ કે પછી શાક પર લીંબુ નિચોડીને ખાવાથી અલગ જ મજા આવે છે. ઉનાળામાં તો લીંબુ ખાવાની સાથે-સાથે લીંબુ પાણી પીવાથી પણ બહુ જ ફાયદો મળે છે, અન્ય સિઝનમાં પણ ફાયદાકારક છે. તેનાથી તરસ તો છિપાઇ જાય છે, સાથે-સાથે એ તાજગી પણ બનાવી રાખે છે. આમ તો લીંબુ પાણીનું સેવન દિવસમાં બે વખત જરૂર કરવું જોઇએ, પણ દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરશો તો ફાયદા મળી શકે છે.
1. પાચનક્રિયા સરસ સવારે હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ નાખી પીવાથી શરીરમાં પાચક રસ બનવાનું શરૂ થઇ જાય છે. તેનાથી ભૂખ લાગવી શરૂ થઇ જાય છે અને આ પાચનક્રિયાને સરસ રાખવામાં પણ મદદગાર છે.
2. વિટામિન સીથી ભરપૂર શરીર માટે વિટામિન સી અત્યંત જરૂરી છે. તેનાથી રોગો સામે લડવામાં મદદ મળે છે. સવારના સમયે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા સરસ થઇ જાય છે. જે નાના નાના ઇન્ફેક્શન જેમ કે શરદી, ખાંસી અને સળેખમથી બચાવી રાખે છે.
3. ત્વચામાં નિખાર તેમાં એન્ટી ઓક્સિડેન્ટના ગુણ હોય છે જે ત્વચામાં નિખાર જાળવી રાખે છે. તેનાથી ત્વચાના ડાઘ-ધબ્બા સાફ થઇ જાય છે.
4. મોઢાની દુર્ગંધ દૂર લીંબુ પાણી મોઢાની દુર્ગંધ દૂર કરવામાં મદદગાર છે. આ બોડીને ડિટોક્સ કરે છે.
5. વજન ઘટાડે સ્થૂળ શરીરથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી, લીંબુ અને મધનું સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઓછી થવાનું શરૂ થઇ જાય છે. તેનાથી મેટોબોલિજ્મ પણ વધે છે.
6. સાંધાના દુ:ખાવાથી રાહત સાંધાના દુ:ખાવાથી પરેશાન છો તો સવારે લીંબુ પાણી પીવુ શરૂ કરી દો. તમારા માટે ફાયદેમંંદ રહેશે.