હિન્દૂ ધર્મમાં સૌથી વધારે પૂજવામાં આવતા દેવી-દેવતાઓમાંથી એક હનુમાનજી છે. હનુમાનજીની પૂજા ખૂબ જ સરળ માનવામાં આવે છે અને તેઓ ખૂબ ઝડપી પ્રસન્ન થતાં દેવતા છે. માન્યતા છે કે જે વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની પૂજા અને સુમિરન કરે છે તેના જીવનની બધી અડચણો દૂર થઇ જાય છે. હનુમાનની કૃપા ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે. એવામાં જાણો કેવી રીતે બજરંગબલીને પ્રસન્ન કરશો…

1. હનુમાનજીની કૃપા મેળવવા માટે સૌથી સરળ ઉપાય છે દિવસમાં એકવાર ભગવાન રામનું નામ લો.

2. જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાન ચાલીસા અને બજરંગબલીનો પાઠ કરે છે હનુમાનજી તેમનાથી જલ્દી પ્રસન્ન થઇને પોતાની કૃપા વરસાવે છે.

3. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિશેષ દિવસ મનાવવામાં આવે છે. મંગળવાર અને શનિવારના દિવસે બુંદીના લાડૂ ચઢાવવાથી હનુમાનજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

4. હનુમાનજીને સિંદૂરી પણ કહેવામાં આવે છે. હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય હોય છે. એવામાં જે ભક્ત તેમને સિંદૂર અર્પણ કરે છે તેના પર હનુમાનજીની વિશેષ કૃપા વરસે છે. જો તમારા ઉપર કોઇ પ્રકારની અડચણ હાવી છે તો શનિવારના દિવસે હનુમાન મંદિર જઇને બજરંગબલીને સિંદૂર અર્પણ કરવું જોઇએ.

5. હનુમાનજીને લાલ ગુલાબની સાથે તુલસીના પાંદડાં અને ગલગોટાના ફૂલ ખૂબ જ પસંદ હોય છે. એવામાં જે લોકો આ ફૂલ નિયમિત રીતે ચઢાવે છે તેમને તમામ પ્રકારની અડચણોથી જલ્દી મુક્તિ મળી જાય છે.

6. હનુમાનજી સૌથી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે, જેમનું માત્ર નામ લેવાથી મોટા મોટા સંકટ ટળી જાય છે, મોટામાં મોટી પરેશાનીઓ દૂર થઇ જાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ મંત્ર હોય છે જેના જાપથી હંમેશા બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.

‘ॐ हं हनुमते नम:।’

”अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्। सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥”

‘ॐ अंजनिसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्।’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here