દિવસભરના થાક બાદ પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને રાત્રે ઊંઘ આવતી નથી. ઊંઘ આવતી નથી તો સૌથી પહેલા પગની મસાજ કરો. પગની માલિશ કરવાથી ન માત્ર તમને ઊંઘ સારી આવે છે પરંતુ તમારા નર્વસ સિસ્ટમ અને નસોને પણ તાકાત મળે છે. એક્યૂપ્રેશર પૉઇન્ટને એનર્જી મળે છે.

આપણા પગના તળિયામાં આખા શરીરના એક્યૂપ્રેશર પૉઇન્ટ્સ હોય છે. પગના તળિયાની મસાજ કરવાથી આ પોઈન્ટ્સ પર દબાણ પડે છે જેનાથી શરીરનું તણાવ ઓછુ થઇ જાય છે અને માનસિક શાંતિ મળે છે, જે તમારી સારી ઊંઘનું સૌથી મોટું કારણ છે. પગની માલિશ કરવાથી બૉડીમાંથી ટૉક્સિન બહાર નિકળે છે. તળિયાની માલિશ કરવાથી સમગ્ર બોડીના અંગોને શક્તિ મળે છે.

– રાત્રે ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલાં પોતાના પગને વૉશ કરો અને તેને સુકાવા દો. હવે સરસવના તેલથી પગનાં તળિયાની માલિશ કરો. પગની માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી થાય છે આ સાથે જ પગની નસોને પણ આરામ મળે છે. પગને આરામ મળવાથી તમને સારી ઊંઘ આવે છે.

– પગના તળિયાની માલિશ કરવાથી ન માત્ર તમને સારી ઊંઘ આવે છે પરંતુ તમારું વજન પણ કંટ્રોલમાં રહે છે. માલિશ શરીરમાં રહેલી ચરબીને ઘટાડવામાં મદદરૂપ થાય છે. માલિશ કરવાથી શરીરમાંથી હાનિકારક તત્ત્વ બહાર આવે છે.

– દિવસભર કામ કરીને થાકી જાઓ છો તો તળિયાની માલિશ કરો. તળિયાની માલિશ કરવાથી તમારો માનસિક અને શારીરિક થાક દૂર થશે અને તમે આરામની ઊંઘ મેળવી શકશો.

– એક્યુપ્રેશરની થેરાપી અનુસાર, પગના તળિયામાં અલગ-અલગ પોઇન્ટનું કનેક્શન શરીરના અલગ-અલગ અંગ સાથે હોય છે. પગની માલિશ કરવાથી આ તમામ અંગોને તંદુરસ્ત રાખી શકાય છે.

– પગની સુંદરતા જાળવી રાખવા માટે માલિશ એક સારો વિકલ્પ છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારુ થાય છે, અને પગની સ્કિનમાં પણ નિખાર આવે છે. જો તળિયાની માલિશ માટે નારિયેળ, બદામ, તલ અથવા અળસીનાં તેલનો ઉપયોગ કરવામાં આવે તો પગ વધારે સુંદર દેખાવા લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here