રાજસ્થાનનાં ખેજડલી ગામમાં ૨૩૦ વર્ષ જૂની પરંપરા નિભાવવા હજારો મહિલાઓ અઢળક સોનાનાં ઘરેણા પહેરીને જંગલમાં જાય છે. આટલું બધું સોનું પહેર્યું હોવાં છતાં મહિલાઓ સાથે આજ સુધીમાં કોઈ લુંટફાટની ઘટના બની નથી. આ વખતે પણ સોનાનાં ઘરેણા પહેરીને વિશાળ સંખ્યામાં મહિલાઓ શહીદોની આગેવાની લેનાર અમૃતા દેવીને વંદન કરવાં પહોંચી હતી. શું છે આ આખી વાત એ ચાલો જાણીએ…

– ૨૩૦ વર્ષ પહેલાં વૃક્ષો બચાવવા માટે શહીદ થયેલાં ૩૬૩ લોકોને નમન કરવાં બિશ્નોઈ સમાજના હજારો લોકો નીકળી પડ્યા.

– મેળામાં આખા દેશમાંથી બિશ્નોઈ સમાજના લોકો વૃક્ષ બચાવવા શહીદ થયેલાં લોકોને નમન કરવાં ઉમટી પડે છે. મહિલાઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે.

– આ મેળાની ખાસિયત છે કે અહીં ભાગ લેનારી મહિલાઓમાં ભારેખમ ઘરેણા પહેરવાની હોડ લાગે છે.

– આ જ કારણે મેળામાં આવનારી અધિકાંશ મહિલાઓ સોનાનાં ઘરેણાથી લદાયેલી જોવાં મળે છે. કેટલીક મહિલાઓએ તો એક કિલો વજનનું સોનું પહેર્યું હોય છે.

– આટલું બધું સોનું પહેર્યું હોવાં છતાં અહીં કોઈ અઘટિત વારદાત બની નથી. લોકોનું માનવું છે કે અહીં આવતાં જ વ્યક્તિની ભાવના બદલાઈ જાય છે અને કોઈ ચોરી કરવાનું વિચારી સુદ્ધા નથી શકતું.

– મેળામાં મહિલાઓની આગેવાની હેઠળ પર્યાવરણની રક્ષા માટે વધુ વૃક્ષ ઉગાડવાનો તેમજ પર્યાવરણને હાનિકારક પોલીથીન બેગ્સનો ઉપયોગ નહિ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.

આ કારણથી લાગે છે મેળો

– વર્ષ ૧૭૮૭માં જોધપુર (મારવાડ)નાં મહારાજા અભયસિંહ દ્વારા મેહરાનગઢમાં એક ફૂલમહેલનું નિર્માણ શરુ થયું. આને માટે ઘણાં લાકડાની આવશ્યકતા પડી. મહારાજાનાં સેવકો ખેજડલી ગામમાં બહુ મોતી સંખ્યામાં વૃક્ષો જોતાં તેને કાપવા માટે પહોંચી ગયાં.

– ગામની અમૃતા દેવી બિશ્નોઈએ આનો વિરોધ કર્યો. વિરોધને ગણકારવામાં ન આવ્યો ત્યારે અમૃતા વૃક્ષ ફરતે હાથ ફેલાવીને વીંટળાઈ ગઈ. રાજાનાં સેવકોએ તેને તલવારથી મારી નાખી. ત્યારબાદ તેની ત્રણ પુત્રીઓ પણ વૃક્ષ બચાવવા ઉતરી તો તેમનાં પણ એ જ હાલ થયા.

– અમૃતા દેવીની શહીદીનાં સમાચાર આસપાસનાં ગામમાં ફેલાયા ત્યારે લોકો એકઠાં થવાં લાગ્યા. આજુબાજુનાં ૬૦ ગામના ૨૧૭ પરિવારનાં ૨૯૪ પુરુષ અને ૬૫ મહિલાઓ વિરોધ કરવાં આ ગામમાં આવી પહોંચ્યા.

– આ બધાં લોકો વૃક્ષોને વીંટળાઈ ઉભાં રહી ગયાં. રાજાના સેવકોએ વારાફરતી સૌને મોતને ઘાટ ઉતારી દીધાં. આટલી મોતી સંખ્યામાં લોકોની કતલનાં સંચાર ક્યારે રાજા સુધી પહોંચ્યા તો ચોંકી ઉઠેલાં રાજાએ તુરંત જ સૌને પાછાં આવવાનો આદેશ કર્યો.

– ત્યારબાદ રાજાએ લેખિત ફરમાન કર્યું કે મારવાડમાં ક્યારેય ખેજડીનું વૃક્ષ કાપવામાં નહિ આવે. આ આદેશનું આજ સુધી પાલન થાય છે.

– ત્યારથી લઈને આજ સુધી ભાદરવા સૂદ દશમનાં દિવસને બલિદાન દિવસ તરીકે ખેજડલી ગામમાં મનાવાય છે. બિશ્નોઈ સમાજનાં લોકોનો મેળો લાગે છે અને હજારો શ્રદ્ધાળુઓ અહીં આવી બલિદાન દેનારાઓને નમન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here