હાલમાં દુરદર્શન પર રામાયણ સિરિયલ પ્રસારિત થઈ હતી. તેમાં રામ-સીતા અને લક્ષ્મણ વનવાસથી પરત આવ્યા બાદ 14 વર્ષ બાદ લક્ષ્મણ પત્ની ઉર્મિલાને નિંદ્રા દેવીને પ્રાર્થના કરીને પરત માંગે છે.

14 વર્ષ લક્ષ્મણ રામ-સીતાની દેખરેખ કરી શકે તે માટે ઉર્મિલા તેના બદલે સૂતી રહે છે. 14 વર્ષ સુધી સતત સૂતા રહેવું એ પણ ઉર્મિલાનો લક્ષ્મણનો સાથ આપવા માટેનું મોટું બલિદાન ગણાય છે. રામાયણમાં તેનું ઘણું મહત્વ છે. આજે અમે આપને માટે સ્લીપિંગ પ્રિસેંસ ઉર્મિલાની કેટલીક વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ.

લક્ષ્મણનો જન્મ
કહેવાય છે કે જ્યારે લક્ષ્મણનો જન્મ થયો ત્યારે તે ઘણા સમય સુધી રોતા રહ્યા. તેને જ્યારે રામની બાજુમાં રાખવામાં આવ્યા ત્યારે તે શાંત થયા અને રોવાનું બંધ કર્યું. તે દિવસથી તે હંમેશાથી રામની પડખે જ રહે છે. પછી તે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા માટે હોય કે જંગલમાં વનવાસની પ્રતિજ્ઞા હોય.

લક્ષ્મણના વિવાહ
લક્ષ્મણના વિવાહ સીતાની નાની બહેન ઉર્મિલાની સાથે થયો. અયોધ્યાના રાજકુમાર રામને કૈકેયીની ઇચ્છા અનુસાર 14 વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું. લક્ષ્મણ જે રામના ભક્ત હતા તે હંમેશા રામની સાથે રહેવા સાથે ગયા. રામ પોતાની પત્નીના દબાણને કારણે તેને પણ સાથે લઇ ગયા.

ઉર્મિલાની વિનતી
જ્યારે ઉર્મિલાએ સાથે આવવા કહ્યું તો લક્ષ્મણે કહ્યું કે તે તો રામ ભૈયા અને તેની પત્ની સીતા ભાભીની દેખરેખને માટે સાથે જઇ રહ્યા છે. ઉર્મિલાને સાથે લઇ જવાથી લક્ષ્મણની જવાબદારી વધી જશે. આ કારણે લક્ષ્મણ જંગલમાં રામની સાથે ગયા અને પત્નીને લઇ જવાનો ઇનકાર કરી દીધો.

નિર્વાસનની પહેલી રાત
નિર્વાસનની પહેલી રાતે વનમાં રામ અને સીતા સૂઇ ગયા. લક્ષ્મણે તેમની પર ધ્યાન રાખ્યું. થોડા સમય બાદ નિંદ્રા દેવીએ લક્ષ્મણનું દ્વાર ખખડાવ્યું અને લક્ષ્મણને ઊંઘમાં જવા કહ્યું.

લક્ષ્મણ સૂતા નહીં
લક્ષ્મણે નિંદ્રા દેવીને વિનતી કરતાં કહ્યું કે તે આવનારા 14 વર્ષોને માટે સૂઇ શકે તેમ નથી. તેઓએ તેમના ભાઇ અને ભાભીની રક્ષા કરવાનું નક્કી કર્યું છે. દેવી તેમની ભક્તિથી પ્રભાવિત થયા અને સાથે તેને 14 વર્ષને માટે જાગતા રહેવા જણાવ્યું. દેવી નિંદ્રાએ કહ્યું કે પ્રકૃતિના નિયમ અનુસાર તારી ઊંઘનો ભાગીદાર કોઇકે તો બનવું જ પડશે. ત્યારે લક્ષ્મણે દેવી નિંદ્રાને અનુરોધ કર્યો કે તેઓ તેમની પત્ની ઉર્મિલા પાસે જાય અને તેની પાસે લક્ષ્મણના ભાગની ઊંઘ માંગે. લક્ષ્મણ જાણતા હતા કે કર્તવ્ય વશ ઉર્મિલા આ માટે સરળતાથી હા કહી દેશે.

નિંદ્રા દેવી ઉર્મિલા પાસે પહોંચ્યા અને તે દિવસ રાત સુતી રહી
નિંદ્રા દેવી ઉર્મિલા પાસે પહોંચી અને લક્ષ્મણની સમસ્યા જણાવી. ઉર્મિલાએ તરત જ જવાબ આપ્યો કે મને આવનારા 14 વર્ષ સુધી મારા પતિના ભાગની ઊંઘ આપી દો, જેથી તેઓ થાક્યા વિના સારી રીતે તેમની ફરજ પૂરી કરી શકે. આ રીતે ઉર્મિલા સતત 14 વર્ષ સુધી સૂતી રહી અને લક્ષ્મણ રામ અને સીતાની ધ્યાનથી સેવા કરતા રહ્યા.14 વર્ષ સુધી સૂતા રહીને ઉર્મિલાએ પોતાનો પતિ ધર્મ નિભાવવામાં કોઇ કસર છોડી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here