કહેવામાં આવે છે કે જે લોકોના મન મક્કમ હોય છે. તેમને હિમાલય પણ નથી રોકી શકતો. આજે અમે તમને એક એવી જ વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમે પણ કહેશો કે દુનિયામાં કઈ અશક્ય નથી.
ઉદેપુરની સોનલ શર્મા કે જે એક ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં તેમને રાજસ્થાનનની જજની પરીક્ષા પાસ કરી. તેમનું પહેલા સરકારી નોકરી લેવાનો કોઈ પણ ગોલ ન હતો.
સોનલના માતા પિતાએ ઇન્ટરકાસ્ટ લગ્ન કર્યા હતા એટલે તેમને સમાજ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને કોઈ પણ સબંધી સામાજિક પ્રસંગમાં બોલાવતું ન હતું અને જો બોલાવે તો પણ બધા મહેમાનોના ગયા પછી.
તેમના પાડોશી પણ તેમને બોલતા ન હતા. સોનલે આ બધું પોતાના બાળપણથી જોયું હતું. સોનલે મનોમન નક્કી કરી દીધું કે હું મારા માતા પિતાની ઈજ્જત પાછી લાવીને જે સમાજે તેમને બહાર કાઢ્યા છે તે સમાજમાં તેમનું નામ ઊંચું કરીશ.
સોનલે નક્કી કર્યું કે હું ઊંચા માં ઊંચી સરકારી નોકરી લઈશ. આ વાતની ગાંઠ બાંધીને સોનલ 10 અને 12 ધોરણ માં સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થયા. તેમને સરકારી નોકરી લેવી હતી
માટે તેમને પોતાના શિક્ષકના કહેવાથી LLB માં એડમિશન લઇ લુંઘી. કોલેજના એક પ્રોગ્રામમાં રાજસ્થાનના જજ ને બોલાવવામાં આવ્યા હતા. બધા ઉભા થઈને તેમનું સ્વાગત કરવા લાગ્યા અને તે બેસ્યા પાછી જ બધા બેસ્યા આ જોઈને સોનલે નક્કી કર્યું કે હું જજ બનીશ.
આ વાત તેને પોતાના મિત્રોને કીધી તેમને સોનલની મજાક ઉડાવી કે આની માટે કેટલી તૈયારી અને ટ્યુશન લેવા પડે તને ખબર છે. તારું કામ નથી. તેમને કોઈપણ ટ્યુશન વગર તૈયારી ચાલુ કરી.
સાવરે 5 વાગે ઉઠી ભેંસોનું કામ કરી વાંચવા બેસતા. 2017 માં તેમને પહેલો પ્રયાસ આપ્યો તે 3 માર્કથી રહી ગયા. હાર્યા વગર તૈયારી ચાલુ રાખી. 2018 માં પરીક્ષા આપી અને 1 માર્કથી રહી ગયા બહુ હતાશ થયા પણ થોડા દિવસોમાં વેઇટિંગ લિસ્ટ ખુલ્યું અને તેમનું જજ તરીકે સિલેક્શન થઇ ગયું. જે સમાજે તેમના માતા પિતાને સમાજની બહાર કાઢ્યા હતા તેજ લોકો હવે તેમને સામેથી બોલવા માટે આવે છે.