ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાની સુંદરતા અને સ્ટાઇલથી દરેકને પોતાના દીવાના બનાવ્યા છે, બોલીવુડની ધક ધક ગર્લ કહેવાતી માધુરી દીક્ષિત,
માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે.
તે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ઘણીવાર પોતાની અને તેના પરિવાર સાથેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે જે ખૂબ વાયરલ પણ થાય છે
આજની આ પોસ્ટમાં અમે તમને માધુરી દીક્ષિતના લક્ઝુરિયસ ઘરની કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
માધુરીનું ઘર મુંબઇમાં છે અને તે એક લક્ઝુરિયસ બંગલો છે જેનું નામ છે પાલાટિયલ અને આ મહેલ જેવા ઘરમાં માધુરી તેના પતિ શ્રી રામ નેને અને બંને પુત્રો અરિન અને રિયાન સાથે રહે છે.
માધુરીનું આ ઘર પણ તેમની જેમ ખૂબ જ સુંદર છે અને આ ઘરમાં સુખ-સુવિધાઓની બધી ચીજો છે અને માધુરીએ પોતાના ઘરને ખૂબ જ સુંદર પેઈંટિંગથી સજાવ્યું છે.
આ સિવાય તેણે પોતાનું ઘર ખૂબ જ સુંદર કલરથી પેઈન્ટ કરાવ્યું છે. અને તેમના ઘરમાં જે ફર્નિચર છે તે પણ બેઝ કલરનું છે.
તેમણે તેમના લિવિંગ રૂમમાં 3 ગિટાર એક કોર્નરમાં રાખ્યા છે કારણ કે માધુરીના પતિ અને તેમના બંને પુત્રોને ગિટાર વગાડવાનો ખૂબ જ શોખ છે.
માધુરીના ઘરના પ્રવેશદ્વાર પર નાની-નાની સજાવટની ચીજો રાખવામાં આવી છે અને ઘરમાં એંટ્રી કરતાની સાથે જ તમને ઘરની સુંદરતા જોવા મળશે.
માધુરીના લિવિંગ રૂમમાં કાચનું ખૂબ જ સુંદર પાર્ટિશન છે જે તેના રૂમ અને સ્પેશને અલગ કરે છે અને જણાવી દઈએ કે માધુરીનો લિવિંગ એરિયા ડાઇનિંગ એરિયા સાથે જોડાયેલ છે.
અહીં તેમણે ઘણી સુંદર પેઇન્ટિંગ્સ પણ લગાવી છે. અને આ સિવાય અહિં તેમણે એક ખૂબ જ સુંદર ફર્નીચર લગાવ્યું છે જેમાં સુંદર ક્રોકરી સેટ્સ સજાવ્યા છે.
માધુરી દીક્ષિત અને તેના પતિ રામ નેને ગણપતિ બાપ્પાન ભક્તો છે અને જ્યારે પણ ગણેશ ચતુર્થીનો તહેવાર આવે છે ત્યારે માધુરી ચોક્કસપણે તેના ઘરે ગણપતિજીને લાવે છે. અને આ જે તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ તે પણ ગણેશ ઉત્સવની છે.
માધુરીના ઘરમાં એક રૂમ માત્ર તેના ડ્રેસ, ફૂટવેર અને એસેસરીઝ માટે જ બનાવવામાં આવ્યો છે અને જ્યારે પણ તે બહાર જાય છે તો અહીં જ તૈયાર થાય છે. જણાવી દઈએ કે માધુરીના ઘરમાં એક જિમ પણ છે જ્યાં તે યોગા અને એક્સરસાઈઝ કરે છે.
નોંધપાત્ર વાત છે કે માધુરી દીક્ષિત હાલમાં લગભગ 250 કરોડની સંપત્તિની માલિક છે અને તેમની દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી સંપત્તિ છે. જણાવી દઈએ કે માધુરી ફિલ્મોમાં કામ કર્યા વગર પણ સારી કમાણી કરે છે.
માધુરી આજે ઘણા ટીવીના ઘણા રિયાલિટી શોને જજ કરતી જોવા મળે છે. અને આ શોમાં એક એપિસોડ માટે માધુરી 1 કરોડ રૂપિયાની ફી ચાર્જ કરે છે.
પતિ શ્રી રામ નેને યુરેકા ફોર્બ્સના ઘણા વર્ષોથી બ્રાંડ એમ્બેસેડર છે જેના માટે તી બંને લગભગ 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.